HomeGujaratમોરબીના મહેન્દ્રનગરમાંથી 1 પિસ્તોલ 2 કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીના મહેન્દ્રનગરમાંથી 1 પિસ્તોલ 2 કારતુસ સાથે એક શખ્સ ઝડપાયો

વિધાનસભા ચુંટણી જાહેર થતાની સાથે પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળેનહી તે માટે અલગ અલગ કાર્યવાહી હાથ ધરી છે અને તેના ભાગરૂપે દારૂ જુગાર તેમજ હથીયારસબંધી ગુનાઓ શોધવા તજવીજ હાથ ધરી છે અને તેના માટે પેટ્રોલિંગ વધારવાની કામગીરી તેજ કરી છે ત્યારે આજે મોરબીના મહેન્દ્રનગર પાસે એક શખ્સ ગેરકાયદે હથીયાર સાથે ફરતા હોવાની બાતમી મળી હતી અને તેના આધારે એલસીબી અને તેની ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને બાતમીમુજબનો શખ્સ નજરે પડતા તેનું નામ પૂછતા તેણે પોતાનું નામ જતીન છગનભાઈ માકાસણા હોવાનું જણાવ્યુ હતું જે બાદ એલસીબીની ટીમે તેની તલાસી લીધી હતી તલાસી લેતા તેની પાસેથી 1 પિસ્તોલ અને 2 કારતુસ મળી આવતા તેનું લાયસન્સ માંગવામાં આવ્યું હતું જોકે શખ્સે લાયસન્સ ન હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,450SubscribersSubscribe

TRENDING NOW