HomeGujaratમોરબી: ઝુલતા પુલ હોનારતના હતભાગી પરિવારના સભ્યોને 4 લાખની સહાય વહિવટી તંત્રે...

મોરબી: ઝુલતા પુલ હોનારતના હતભાગી પરિવારના સભ્યોને 4 લાખની સહાય વહિવટી તંત્રે ઘરે જઈને ચૂકવી

મોરબીમાં ઝુલતો પુલ તૂટવાની ગોજારી ઘટનામાં 135 લોકોના નિધન થયા છે. આ ઘટનામાં મૃત્યુ પામેલ હતભાગીઓના પરિવારને રાજ્ય સરકાર દ્વારા આર્થીક સહાય આપવાની જાહેરાત કરી હતી સાથે સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે તમામ પરિવારને ૨૪ કલાકમાં ૪-૪ લાખની સહાયની રકમ જમા કરાવવાની શરુ કરવામાં આવશે અને શક્મુય તેટલી ઝડપથી ચુકવવામાં આવશે . જેના પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરીને તમામ મૃતકોના સ્વજનોને ચેક અર્પણ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું છે અને ૨૪ કલાકમાં મુખ્યમંત્રી રાહત ફંડામાંથી મોટા ભાગના લાભાર્થીઓને સહાય પેટેના રૂ 4-4 લાખના સહાયના ચેક અર્પણ કરી સરકારે તેમની લોકો પ્રત્યની સંવેદનશીલતાના દર્શન કરાવ્યા છે.વહીવટી તંત્ર દ્વારા પણ કાર્યક્ષમ કામગીરી કરી તલાટી-મંત્રીઓ દ્વારા મૃતકોના સ્વજનોને ઘરે ઘરે ચેક પહોંચાડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW