HomeGujaratમોરબી: ઝૂલતાપુલની દુર્ઘટનાના 9 આરોપી પૈકી 4ના શનિવારસુધીના રિમાન્ડ મંજુર, 3સિક્યુરીટી,ક્લાર્ક જેલ...

મોરબી: ઝૂલતાપુલની દુર્ઘટનાના 9 આરોપી પૈકી 4ના શનિવારસુધીના રિમાન્ડ મંજુર, 3સિક્યુરીટી,ક્લાર્ક જેલ હવાલે

મોરબી જિલ્લાની જળ હોનારત બાદની સૌથી દુખદ ઘટના એટલે ઝૂલતાપુલ તૂટી પડવાની ગંભીર ઘટનામાં 134થી વધુ લોકોના મોત થયા છે આ મોત પાછળ પોલીસે જેને જવાબદાર માની જેમના પર ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે તેવા ઓરેવા કંપનીના બે મેનેજર દીપક નવીન પારેખ,દિનેશભાઈ મહાસુખરાય દવે,મનસુખ વાલજી ટોપિયા ,માદેવ લાખાભાઈ સોલંકી દેવ પ્રકાશ સોલ્યુશન નામની કંપનીના ઓનર પિતા પુત્ર દેવાંગ પ્રકાશ પરમાર અને પ્રકાશ લાલજી પરમાર, અલ્પેશ ગલાભાઈ ગોહિલ,દિલીપ ગલાભાઈ ગોહિલ અને મુકેશ દલસિંગ ચૌહાણને ઝડપી લીધા હતા
આ ઘટનામાં પોલીસે તમામ આરોપીને આજે કોર્ટમાં રજુ કર્યા હતા અને મેજીસ્ટ્રેટ સમક્ષ રજુ કર્યા હતા. પોલીસે આરોપીઓના દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી આરોપીઓ પૈકી બન્ને કંપનીના ચારેય મેનેજરના શનિવાર બપોર ત્રણ વાગ્યા સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે તો ત્રણ સિક્યુરીટી ગાર્ડ ટીકીટ કલેકટર સહિતના 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW