
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃત્યુ આંક સતત વધી રહ્યો છે છેલ્લા આંક પ્રમાણે લગભગ ૧૧૫ ના મોતની પુષ્ટિ થઇ ચુકી છે ત્યારે સાંસદ મોહન કુંડારિયાના ૧૨ સ્વજનોના પણ આ ગોઝારી ઘટનામાં મોત થયા છે સાંસદ મોહન કુંડારિયાના સગા બહેનના જેઠાણીના ચાર દીકરી, ચાર જમાઈ સહીત ૧૨ વ્યક્તિના આ ગોઝારી દુર્ઘટનામાં કરુણ મોત થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે એટલું જ નહિ ગોઝારી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૧૫ લોકોના મોત થયાની માહિતી પણ પ્રાપ્ત થઇ છે

મોરબીમાં રવિવારના સાંજે બનેલી ગોઝારી ઘટનામાં સતત મોતના આંકડા વધી રહ્યા છે રાતના 2.30 વાગ્યા સુધીની જો વાત કરી તો ૧૧૫ જેટલા લોકોના આ દુર્ઘટનામાં મોત થયા છે હજુ પણ એસડીઆરએફ, એનડીઆરએફ, આર્મી અને સ્થાનિક તરવ્યા દ્રારા સતત રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને હજુ પણ અનેક લોકો ફસાયા હોવાનું અનુમાન લાગવામાં આવી રહ્યું છે હજુ પણ મોતના આંકડામાં વધારો થઇ સકે છે


