HomeGujaratમોરબીના ઝૂલતા પુલ ધરાશાયી થવાની ઘટનામાં હાઈ પાવર કમિટી બનાવી છે.તમામ...

મોરબીના ઝૂલતા પુલ ધરાશાયી થવાની ઘટનામાં હાઈ પાવર કમિટી બનાવી છે.તમામ જવાબદાર વિરુધ્ધ કડક કાર્યવાહીનું આશ્વાસન

મોરબીની મોરબીના ઐતિહાસિક ઝૂલતા નસીબ પડવાની ઘટનામાં બિન સત્તાવાર રીતે 132 થી વધુ લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે ત્યારે વહેલી સવારે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સમગ્ર ઘટનાની માહિતી આપવી તેમજ સરકાર દ્વારા કરવામાં આવેલ અને વહીવટી તંત્ર દ્વારા લીધેલા પગલાની માહિતી મીડિયા સમક્ષ માહિતી આપી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે ઘટના 6:30 ની આસપાસ બની હતી ઘટના બની અને દસેક મિનિટમાં વહીવટી તંત્ર દ્વારા ફાયરની ટીમ અને 108 અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો સ્થળ પર ગોઠવી દેવાયા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરાયું હતું તેમજ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ મોરબી જિલ્લાની તમામ એમ્બ્યુલન્સ તેમજ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર સહિતના અલગ અલગ સ્થળેથી ઈમ્બ્યુલન્સ સ્ટાફ તેમજ આર્મી નેવી એનડીઆરએફ સહિતની ટીમોને મોરબી બોલાવી લેવાઈ હતી અને મોડી રાતથી જ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું સવાર સુધીમાં 132 થી વધુ લોકોના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે અને જ્યાં સુધી અંતિમ દેહ નહિ મળે ત્યાં સુધી ઓપરેશન શરૂ રાખવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું આ ઉપરાંત તેઓએ મુખ્યમંત્રીએ પણ ઘટનાની ગંભીરતાને લઈ રાત્રિના મોરબીની મુલાકાત લઇ અલગ અલગ વિભાગના તમામ અધિકારીઓને મોરબી ખાતે બોલાવી લઈ એક્શન પ્લાન કર્યું હતું અને વહેલી તકે રેસ્ક્યુ ઓપરેશન પૂર્ણ થાય તેવા પ્રયાસો કર્યા હોવાનો દાવો કર્યો હતો. આ ઉપરાંત ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે મોરબી ઉપરાંત રાજકોટ જામનગર ની હોસ્પિટલોમાં અલગ બેડ ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમજ મોરબીની ખાનગી હોસ્પિટલોને પણ સૂચના આપી તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો જેને લઇ મોરબીમાં બીજા ગ્રસ્તોની પહેલી તકે સારવાર કરી જીવ બચાવવા પ્રયાસ કર્યા હતા.

ઉપરાંત ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે સીએમ દ્વારા હાઇ કમિટીની રચના કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તલસ્પર્શી માહિતી મળે તે માટે રજાઈ જી ના નેતૃત્વ હેઠળ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને જીણવટ પૂર્વક તપાસ કરી જવાબદારોને કડક કાર્યવાહી કરવામાં આવશે હાલ ઘટનાની વિરુદ્ધ 300 આઈપીસી કલમ 308 તેમ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW