HomeGujaratમોરબીમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

મોરબીમાં દેશી બનાવટની પિસ્તોલ સાથે એક શખ્સ ઝડપાયો

વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે મોરબી જીલ્‍લામા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં લઈને જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશને પગલે જિલ્લા પોલીસની ટીમે ગેરકાયદે પ્રવૃત્તિ ડામવા પ્રયાસ હાથ ધર્યો હતો અને દારુ જુગાર તેમજ હથિયાર સબંધી ગુનાઓ પાર કડાક એક્શન લેવાઈ રહ્યા છે ત્યારે મોરબીના મહેન્દ્રનગર ગામમાં એક શખ્સ શંકાસ્પદ હાલતમાં ફરતો હોય અને તેના પાસે પિસ્તોલ જેવું હથિયાર હોવાની એસ.ઓ.જીની ટીમને બાતમી મળી હતી જેનાં આધારે ટીમ્બડી રોડથી મહેન્દ્રનગર પાસેથી વિજય ઉર્ફે જગો રમણીક ઓગાનીયાને ઝડપી લીધો હતો અને તેની પાસેથી રૂ. 10 હજારની કિંમતની પિસ્તોલ અને 3 કાર્તિસ મળી 10,300ના મુદામાલ જપ્ત કયો હતો. બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW