HomeGujaratમાળિયા:સુરજબારી બ્રીજ પાસે ખાનગી બસ- ટેમ્પો વચ્ચે વહેલી સવારે ગામખ્વાર અકસ્માત, 2...

માળિયા:સુરજબારી બ્રીજ પાસે ખાનગી બસ- ટેમ્પો વચ્ચે વહેલી સવારે ગામખ્વાર અકસ્માત, 2 મહિલાના મોત

108 ની 4 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી 10 લોકોને હોસ્પિટલાઈઝ કર્યા

નૅશનલ હાઈવે પર માળિયાથી કચ્છ જતા રસ્તે સૂરજબારી બ્રીજ પહેલા હરીપર ગામ નજીક રોગ સાઈડમાં આવતી છોટા હાથી વાહનની ખાનગી ટ્રાવેલ્સ સાથે ધડાકાભેર અથડાતા બંને વાહનો સવાર 10 જેટલા લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ અંગે ૧૦૮ની ટીમને કૉલ જતા મોરબી જિલ્લા 108 ટીમના સુપરવાઇઝર નિખિલ બોક્ડે દ્વારા માળિયા લાલબાગ મહેન્દ્રનગર તેમજ માર્કેટિંગ માર્કેટિંગ યાર્ડ એમ કુલ 4 એમ્બ્યુલન્સને ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી.ઇજાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ ૧૦પૈકી 2 દર્દીઓના મોત થયા હતા. બનાવને પગલે માળિયા મિયાણા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને વાહનમાં ઇજાગ્રસ્ત લોકોને બહાર કાઢવાની અને હોસ્પિટલમાં ખસેડવા તજવીજ હાથ ધરી હતી

ઇજાગ્રસ્ત ના નામ
1 પ્રકાશભાઈ જયંતીભાઈ. ઉ. વ 48
2 જેવિલ વિપુલભાઈ ઉ. વ- 3
3 ધીરુભાઈ ગોંડલિયા ઉ. વ 50
4 મારૂબેન વિપુલભાઈ ઉ. વ 6
5 મજરીબેન ચેતનભાઈ ગોંડલિયા ઉ. વ 9
6 દીપકભાઈ ગોંડલિયા ઉ. વ 41
7 વિપુલભાઈ ગોંડલિયા ઉ. વ 36
8 નાથીબેન દેવરાજભાઈ પોકિયા ઉ. વ 70

મોત થયેલ નામ
1 ચંદાબેન વિપુલભાઈ ઉ. વ 30

2 શારદાબેન છગનભાઈ ગોંડલિયા ઉ. વ 70

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW