HomeGujaratમોરબીમાં કડવા પાટીદારનું સ્નેહમિલન યોજાશે

મોરબીમાં કડવા પાટીદારનું સ્નેહમિલન યોજાશે

મોરબીની પાટીદાર કન્યા છાત્રાલય ખાતે તા. 25 મંગળવારના રોજ મોરબીના કડવા પાટીદાર પરિવારોનો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાશે.કોરોનાના બે વર્ષ દરમિયાન નવા વર્ષે પાટીદાર સમાજ નો સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ન હોય આ વર્ષે શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ મોરબી, ઉમા મેડિકલ- મોરબી, તથા ઉમા સંસ્કારધામ (સમાજવાડી) લજાઈના ઉપક્રમે મોરબીમાં વસતા તમામ કડવા પાટીદારોનું સ્નેહમિલન 25 ઓક્ટોબરે સાંજે 4:30 કલાકે કડવા પાટીદાર કન્યા છાત્રાલય મોરબી ખાતે યોજાશે. જેમાં કુળદેવી મા ઉમિયાની સમૂહ આરતી કરી સૌ નૂતન વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવશે. ત્યારે આ સ્નેહમિલન કાર્યક્રમમાં પધારવા કડવા પાટીદારોને આમંત્રણ પાઠવાયું છે. સ્નેહમિલન પૂર્ણ થયા બાદ અલ્પાહારનું આયોજન પણ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW