HomeGujaratપૈસાની લેતી-દેતી બાબતે બે શખ્સોએ લોખંડના પાઇપથી એકને માર માર્યો

પૈસાની લેતી-દેતી બાબતે બે શખ્સોએ લોખંડના પાઇપથી એકને માર માર્યો

હળવદ શહેરની સરા ચોકડીએ બેકરીના પૈસાની લેતીદેતી બાબતે એક યુવાનને બે શખ્સોએ લોખંડનો પાઇપ ફટકારી ઇજા પહોંચાડી હતી. જે બાબતે ઇજાગ્રસ્ત યુવાને હળવદની સરકારી હોસ્પિટલે પ્રાથમિક સારવાર લીધા બાદ હળવદ પોલીસ મથકે બે શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ધ્રાંગધ્રા તાલુકાના નરશીપરા કોલેજ રોડ પર રહેતા અને વેપાર કરતા દિપક દલવાડીએ આરોપીઓ દયારામ જશરાજ કણઝરીયા અને ઘનશ્યામ જસરાજ કણઝરીયા રહે. વેગડવાવ સામે ફરિયાદ નોંધાવી છે કે, ગત તારીખ 20ના રોજ સરા ચોકડીએ બેકરીના પૈસાની લેતીદેતી મામલે લોખંડના પાઇપથી ઘા મારી ઇજા પહોંચાડી અને ઢીકા પાટુનો માર માર્યો હતો. જેથી કરીને ઇજાગ્રસ્ત દીપક દલવાડીએ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધી હતી. જે સારવાર લીધા બાદ હળવદ પોલીસ મથકે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,320SubscribersSubscribe

TRENDING NOW