દિવાળી પર્વ જેમ જેમ નજીક આવે છે. તેમ તેમ વાતાવરણમાં બદલવા આવી રહ્યો છે મોરબી જિલ્લામાં નવરાત્રી પર્વ બાદ અચાનક ઠંડી વહેલી સવારે અને રાત્રે ઠંડીનું જોર વધી રહ્યું છે તો દિવસ દરમિયાન આકરી ગરમી પડી રહી છે . હાલ જિલ્લામાં મિશ્રર ઋતુની અસર જોવા મળી રહી છે જેના કારણે સિઝનલ ફ્લુનું પ્રમાણ વઘ્યું છે હાલ જીલ્લામા 15 દિવસ દરમિયાન 1209 જેટલા શરદી ઉધરસના કેસ જોવા મળ્યા છે. તો ખાનગી કલીનીક અને ખાસ કરીને મોરબી અને ટંકારા મા સિઝનલ ફ્લુ વધી રહ્યા છે.
દિવાળી પર્વ નજીક આવતાની સાથે ધીમે ધીમે બજાર ખરીદીનો માહોલ જામી રહ્યો છે. લોકો ખરીદી માટે બજાર આવતા ભીડ જામી રહી છે બીજી તરફ જિલ્લામાં વાતાવરણમાં પણ પલટો આવી રહ્યા છે.સવારે અને રાત્રે ઠંડીનો ચમકારો જોવા મળે છે. તો દિવસ.દરમિયાન કે
કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થવાના કારણે વાયરલ ફ્લુના કેસમાં વધારો આવ્યો છે.ખાસ કરીને મોરબી ટંકારા અને વાંકાનેર એમ ત્રણેય તાલુકામાં તાવ શરદી કેસમાં વધારો થયો છે.જિલ્લામાં છેલ્લા 15 દિવસમાં 1209 જેટલા તાવ શરદી ના કેસ સામે આવ્યા હતા. જેમાં સૌથી વધુ મોરબીમાં 492 જ્યારે ટંકારા 448 તેમજ વાંકાનેરમાં 194 કેસ તાવ શરદી ના કેસ સામે આવ્યા છે. આ ઉપરાંત હળવદમાં 21 અને માળિયામાં 16 જેટલા કેસ આવ્યા છે. તો 5 જેટલા મેલેરીયાના કેસ સામે આવ્યા હતા . જોકે ખાનગી ક્લિનિકમાં દરરોજ મોટી સંખ્યામાં શરદી ઉધરસના કેસ સામે આવી રહ્યા છે. વાતાવરણ અચાનક આવેલ પલટાથી નાના બાળકો અને વૃદ્ધોમાં શરદી ઉધરસના કેસનું પ્રમાણ.વધુ જોવા મળ્યા છે.
15 દિવસમાં ડેન્ગ્યુના 32 કેસ સામે આવ્યા મોરબી જીલ્લામા વધી રહેલા શરદી ઉધરસના કેસ વચ્ચે મોરબીમાં ડેન્ગ્યુના કેસમાં પણ ઉછાળો આવ્યો છે. તાલુકા વિસ્તારમાં 28 કેસ,3 વાંકાનેર અને 1 કેસ સામે આવ્યા છે.

