ગુજરાતમાં મોટા પ્રમાણમાં ડ્રગસ વારંવાર ઝડપાઈ રહ્યું છે ત્યારે હવે વિદેશી બ્રાન્ડ ની સિગારેટ ડી આર આઈ એ ઝડપી પાડી છે અંદાજિત 33 કરોડની સિગરેટો ઝડપાય છે મુન્દ્રા પોર્ટ ઉપર રેડીમેટ ગારમેન્ટ ની આડમાં આ સિગરેટો લાવવામાં આવતી હતી. જોકે ડી આર આઈ એ ચોક્કસ બાતમીના આધારે કન્ટેનરને ઝડપી પાડ્યું હતું કન્ટેનરમાંથી માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના 772 કાર્ટુન (લગભગ 77,20,000 નંગ) પકડાયા હતા. મેક આઈસ બ્રાન્ડ સિગારેટના 328 કાર્ટુન જેમાં લગભગ 32,80,000 સિગરેટ હતી. જ્યારે માન્ચેસ્ટર બ્રાન્ડ સિગારેટના રોયલ રેડ વેરિઅન્ટના 50 કાર્ટુનમાં લગભગ 5,00,000 સિગરેટનો જથ્થો હતો.
ઝડપાયેલ કન્ટેનરમાંથી અલગ અલગ બ્રાન્ડની સિગારેટ ઝડપાય હતી 33 કરોડ રૂપિયાની એક સાથે સિગરેટ ઝડપાતા તાપસ હાથ ધરી છે જો કે હાલ ડીઆરઆઇએ હજી સુધી કોઇની ધરપકડ કરી નથી. ડીઆરઆઇ અમદાવાદ દ્વારા સિગારેટ અને ઈ-સિગારેટની આ પાંચમી મોટી જપ્તી છે. જપ્તીઓની કુલ કિંમત રૂ.135 કરોડને વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત કરવામાં આવી હતી. સપ્ટેમ્બરમાં રૂ. 68 કરોડની કિંમતની ઇ-સિગારેટની બે જપ્તીઓ કરવામાં આવી હતી. આ મહિનાની શરૂઆતમાં, મુન્દ્રા પોર્ટ પરથી રૂ. 17 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું બીજું કન્ટેનર જપ્ત કરવામાં આવ્યું છે. આ જપ્તીઓ દેશમાં સિગારેટ અને ઈ-સિગારેટની દાણચોરીને રોકવા માટે ડીઆરઆઇ દ્વારા કરવામાં આવી હતી.

