HomeGujaratમોરબી : સિરામિક ઉદ્યોગના પ્રશ્નો મુદે એસો.ના હોદેદારો સીએમને મળ્યા,ઉકેલ લાવવા ખાતરી...

મોરબી : સિરામિક ઉદ્યોગના પ્રશ્નો મુદે એસો.ના હોદેદારો સીએમને મળ્યા,ઉકેલ લાવવા ખાતરી અપાઈ

મોરબીના સિરામિક ઉદ્યોગ લાંબા સમયથી અલગ અલગ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ સમસ્યાઓના નિકાલ મુદે મોરબીના સિરામિક ઉધોગના આગેવાનો ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની સાથે મીટીગ કરી હતી અને અને મોરબી સિરામીક ઉધોગ ના વિવિધ પ્રશ્નો બાબતે હકારાત્મક પરીણામ આવે તે માટે લાગુ પડતા વિભાગોમા સુચના આપશે તેમજ વહેલી તકે તેમની સમસ્યાઓનો નિકાલ કરવાની ખાતરી આપી હતી. આ તકે આપણા રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની અધ્યક્ષતામા સિરામીક એશોસીએસન ના પ્રમુખ વિનોદભાઇ ભાડજા , કિરીટભાઇ પટેલ તેમજ સિરામિક એસોના પૂર્વ પ્રમુખ નીલેશ જેતપરીયા અને મનોજભાઇ પટેલ પણ સાથે જોડાયા હતા. આગામી સમયમા મોરબીના ઉધોગો માટેના પ્રશ્નો સુપેરે પાર પડે તે માટે રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાની મહેનત રંગ લાવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW