વર્ષ 2012માં ધારાસભ્ય મોહમદ પીરજાદા તેમની સાથે કેટલાક અરજદારોને સાથે લઇ વાંકાનેર તાલુકા પંચાયતની કચેરીમાં પાણીના પ્રશ્ને રજૂઆત કરવા ગયેલા તે દરમિયાન રજૂઆત ઉગ્ર થતાતાલુકા પંચાયત કચેરીમાં મોટા પાયે તોડ ફોડ કરવામાં આવી હતી અને પંખા ટેબલ ખુરશી તેમજ બારી બારણામાં મોટા પાયે નુકશાન થયું હતું સાથે સાથે જે તે વખતના ટીડીઓ કે એલ ભગોરા સાથે અભદ્ર વર્તન અને તેમને જ્ઞાતિ પ્રત્યે હડધૂત પણ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વાંકાનેર પોલીસ મથકમાં જે તે ફરિયાદ નોધાઇ હતી. જેમાં ટીડીઓ કે એલ ભગોરા દ્વારા ધારાસભ્ય મોહમદ પીરજાદા,મહમદ જલાલ શેખ ,યુનુશ જીવાભાઈ શેરશીયા,અબ્દુલ વલીમહમદ ચૌધરી, અને જલાલ જીવા પટેલ વિરુદ્ધ ફરિયાદ નોધાવતા વાંકાનેર પોલીસે ipc ૧૪૩,૧૮૬,૩૪૨,૫૦૪,૫૦૬ તેમજ એટ્રોસિટી એકટ તેમજ જાહેર મિલકતને નુકશાન પહોચાડવા અંગે પોલીસે ગુન્હો રજીસ્ટર કર્યો હતો, આ કેસ મોરબી જિલ્લા એટ્રોસિટી કોર્ટમાં જતો રહ્યો હતો અગાઉ ધારાસભ્ય સિવાયના અન્ય 4 આરોપી વિરુદ્ધ ચાર્જ સીટ ફાઈલ થઇ ગઈ હતી તો વિધાનસભા અધ્યક્ષની મંજુરી બાદ ધારાસભ્ય પીરજાદાની પણ ચાર્જસીટ ફાઈલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી દરમીયાન આ કેસનું હિયરીંગ ચાલ્યુ હતું જેમાં સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા ટીડીઓ કચેરીના જેતે વખતના નિવેદનની કોપી, કચેરીમાં તોડફોડના ફોટો ગ્રાફ તેમજ ફરીયાદી કે એલ ભગોરાના જુબાની રજુ કરી આરોપીઓ ને કડક સજા માગ કરી હતી જોકે આ કેસ સાથે જોડાયેલ અન્ય સાક્ષી નિવેદનમાંથી ફરી ગયા હોવાનો સરકારી વકીલ વિજયભાઈ જાનીએ દાવો કર્અયો હતો અને અને સાક્ષીઓ કોર્ટમાં હોર્સેટાઈલ થતા ચુકાદો મોહમદ પીરજાદા અને અન્ય આરોપીના તરફેણમાં આવ્યો હતો. એટ્રોસિટી કોર્ટના મેજીસ્ટ્રેટ બુદ્ધની કોર્ટમાં આજે આ કેસનો ચુકાદો આપતા ધારાસભ્ય પીરજાદા અને અન્ય 4 આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા.
આ અંગે સરકારી વકીલે જણાવ્યું હતું તેમના અસીલ આ ચુકાદાથી નારાજ થયા છે અને સાક્ષીઓ સરકારી કર્મચારી હોવા છતાં પોતાના નિવેદનમાંથી ફરી જતા આરોપીઓની તરફેણમાં ચુકાદો આવ્યો હોય જેથી આ ચુકાદાની કોપી મળ્યે તેઓ દ્વારા હાઈકોર્ટમાં પણ અપીલ કરવાની ઈચ્છા તેમના અસીલ કે એલ ભગોરા દ્વારા કરવામાં આવી છે.

