HomeGujaratમોરબીના સિરામિક ફેક્ટરીના સ્કેપ મટીરીયલમાં આગ ફાટી નીકળી

મોરબીના સિરામિક ફેક્ટરીના સ્કેપ મટીરીયલમાં આગ ફાટી નીકળી

મોરબીના સિરામિક ઝોન એવા લખધીર પુર રોડ પર આવેલ ઓપવેલ સિરામિકમાં આવેલ સ્ક્રેપ મટીરીયલમાં સોમવારે મોડી રાત્રે આકસ્મિક રીતે આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગે મોટું રૂપ લઇ લેતા રાત્રીના સમયે મજુરો માં દોડધામ મચી ગઈ હતી ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગના સુપ્રીટેન્ડન્ટ દેવેન્દ્રસીહ ઝાલા અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સતત 3 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો બનાવ સમયે કોઈ જાન હાની ન થતા હાજર લોકોએ રાહત અનુભવી હતી આગનું કારણ સામે આવી શક્યું ન હતું જેની તપાસ માટે લેબોરેટરીના રીપોર્ટની રાહ જોવાઈ રહી છે તો પ્રાથમિક જાણ મુજબ શોક સર્કીટ થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW