HomeGujaratટંકારાના ઓટાળા ગામના મોરબીમાં રહેતા લોકોનું સ્નેહમિલન યોજાયું

ટંકારાના ઓટાળા ગામના મોરબીમાં રહેતા લોકોનું સ્નેહમિલન યોજાયું

મોરબી જીલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોના લોકો ધીમે ધીમે શહેર તરફ વળી રહ્યા છે અને કામ ધંધા અર્થે કે કોઈપણ કારણોસર ગામડાના લોકો શહેરી વિસ્તારમાં સ્થાયી થઈ જતા હોય છે ત્યારે ટંકારા તાલુકાના ઓટાળા ગામના જે લોકો મોરબી શહેરમાં સ્થાયી થયેલા હોય તે લોકોનું મોરબીમાં સ્નેહમિલન યોજાયું હતું. ટંકારા તાલુકાના ઓટાળા ગામના મોરબી શહેરમાં રહેતા લોકોનું મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ઈન્દ્રપ્રસ્થ પાર્ટી પ્લોટમાં રાસ ગરબા અને ભોજન સાથે સ્નેહમિલન યોજાયું હતું જેમાં ઓટાળા ગામના વતની અંદાજીત 500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સ્નેહમિલનના દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW