HomeGujaratમહાનગર પાલિકાની સ્કૂલોના પ્રાથમિક શિક્ષકોને 4200નો ગ્રેડ પે

મહાનગર પાલિકાની સ્કૂલોના પ્રાથમિક શિક્ષકોને 4200નો ગ્રેડ પે

છેલ્લા અનેક વર્ષોથી નગર અને મહાનગર પાલિકાની સ્કૂલોના પ્રાથમિક શિક્ષકોે ઉચ્ચતર પગાર ધોરણ હેઠળ ૪૨૦૦ ગ્રેડ પે આપવાની માંગ કરી રહ્યા હતા અને અનેકવાર અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા આંદોલન પણ કરવામા આવ્યા છે.

ત્યારે ચૂંટણી આવી રહી હોઈ વધુ આંદોલન હવે આફત ન બને તે માટે આ માંગણી પણ સરકાર દ્વારા સ્વીકારી લેવાઈ છે. સરકારે નગર અને મહાનગર પાલિકાની સ્કૂલોના શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પેનો લાભ આપવાનો ઠરાવ અંતે આજે કરી દીધો છે.

ગુજરાત સરકાર દ્વારા ૧૯૯૪ના ઠરાવથી જીલ્લા પંચાયત હેઠળની સ્કૂલોના શિક્ષકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રા.સ્કૂલોના શિક્ષકો સહિત તમામ પ્રાથમિક શિક્ષકોને ૩૧-૧૨-૧૯૯૫ સુધી સમાનદરે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ ૧૪૦૦-૨૬૦૦ રૃ.મળતુ હતું. ત્યારબાદ ૧-૧-૧૯૯૬થી પાંચમુ પગાર પંચ અમલમા આવતા ૧૯૯૮ના ઠરાવથી અગાઉના ૧૯૯૪ના ઠરાવમાં ફેરફાર કરીને ૧-૧-૧૯૯૬થી લાભ મળે તે રીતે જિલ્લા શિક્ષણ સમિતિના શિક્ષકોને છઠ્ઠા પગાર પંચ મુજબ ૪૨૦૦ ગ્રેડ પે સાથેનું પગાર ધોરણ મંજૂર કરાયુ હતું. જે તે સમયે કેળવણી નિરિક્ષક તરીકેની બઢતીની જગ્યા હતી. બીજી બાજુ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શિક્ષક સંવર્ગની ઉપર બઢતીની કેળવણી નિરીક્ષકની જગ્યા કે સંવર્ગ ન હતો. ત્યારબાદ સરકારે મુખ્ય શિક્ષક વર્ગ-૩ સંવર્ગના ભરતીના નિયમોમાં સુધારો કરી તમામ સરકારી પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય શિક્ષક સંવર્ગને બઢતી માટે ફરજીયાત કરતા મુખ્ય શિક્ષક સંવર્ગ ફિડર કેડર જાહેર થયેલ છે.

નાણા વિભાગના ઠરાવોની જોગવાઈ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મેળવતા નગર પ્રા.શિક્ષકો સીનિયર હોવા છતાં જુનિયર કરતા નીચો પગાર મેળવતા હતા.આમ પગાર ધોરણની મોટી વિસંગતતા ઉભી થઈ હતી. ૧૯૯૬ પહેલા જિલ્લા પં.ની અને નગર પ્રા.શિક્ષણ સમિતિના તમામ શિક્ષકોને એક સમાન દરે પગાર મળતો હતો પરંતુ ૧૯૯૬ બાદ પગારમાં વિસંગતતા ઉભી થઈ હતી અને સરકારી સ્કૂલોના શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ પે મળતો હતો પરંતુ નગર પ્રા.શિક્ષણ હેઠળના સ્કૂલોના શિક્ષકોને ૧૯૯૮ના ઠરાવ મુજબ ૨૮૦૦ ગ્રેડ ગ્રેડ પે જ મળતો હતો.

છેલ્લા અનેક વર્ષોથી નગર પ્રા.શિ.સમિતિના શિક્ષકો- અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા આ માંગણી કરવામા આવી રહી હતી. છેલ્લે કર્મચારી મહામંડળના રાજ્ય વ્યાપી આંદોલનમાં પણ કોર્પો.સ્કૂલોના શિક્ષકો જોડાયા હતા. પરંતુ તે સમયે તમામ માંગણી સ્વીકારાઈ હતી પરંતુ કોર્પો.સ્કૂલોના શિક્ષકોને ૪૨૦૦ ગ્રેડ પેની માંગણી ન સ્વીકારાઈ હતી.જે અંતે સ્વીકારી લેવાતા છેલ્લા ૨૬ વર્ષથી ચાલતી કોર્પો.સ્કૂલ શિક્ષકોની લડતનો અંત આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW