Tuesday, December 5, 2023
HomeGujaratગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં અટકાયત

ગોપાલ ઇટાલિયાની દિલ્હીમાં અટકાયત

Advertisement
Advertisement

PM મોદી અંગે વાંધાજનક ટિપ્પણી મામલે રાષ્ટ્રીય મહિલા આયોગે ઈટાલિયાને આજે બપોરે 12:30 વાગ્યે સુનાવણી માટે બોલાવ્યા હતા. ત્યારે દિલ્હીમાં તેમની અટકાયત કરવામાં આવી.

રાજ્ય સભાના સાંસદ અને ગુજરાત પ્રભારી રાઘવ ચઢ્ઢાએ પણ કહ્યું છે કે, ગોપાલ ઈટાલિયાની ખોટી રીતે અટકાયત કરવામાં આવી છે.ગુજરાત AAPના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા રાષ્ટ્રીય મહિલા આયોગની ઓફિસ પહોંચ્યા હતા. પીએમ મોદી સામે અપમાનજક ટિપ્પણીના વાયરલ વીડિયો અંગે જવાબ રજૂ કરવાના હતા. મહિલા આયોગે જવાબ રજૂ કરવા માટે નોટિસ આપી હતી. પરંતુ તે પહેલા જ તેમની અટકાયત કરવામાં આવી હતી. મહિલા આયોગ દ્વારા ઈટાલિયાને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

વાયરલ વીડિયો મામલે ગોપાલ ઈટાલિયાને સમન પાઠવાયું હતું. મહિલાઓને સંબોધીને ઈટાલિયાનો જૂનો વીડિયો વાયરલ થયો હતો. બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ પડ્યું ધરપકડ પહેલા ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી હતી કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાંખવાની ધમકી આપી રહ્યાં છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજુ શું આપી શકે છે. બીજેપીને પાટીદાર સમાજથી નફરત છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલથી નથી ડરતો. નાંખી દો મને જેલમાં. તેઓએ પોલીસ બોલાવી છે, મને ધમકાવી રહ્યાં છે. તો આ ટ્વીટ પર જવાબ આપતા અરવિંદ કેજરીવાલે લખ્યું કે, આખુ બીજેપી ગોપાલ ઈટાલિયાની પાછળ કેમ પડ્યું છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

16,367FansLike
10FollowersFollow
1,000SubscribersSubscribe

TRENDING NOW