ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના ધાવા ગીર ગામમાંથી અંધશ્રધ્ધાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પિતાએ પોતાની 14 વર્ષની દીકરીની બલિ ચઢાવી હોવાની શંકા સેવાઇ રહી છે. દીકરીની બલિ ચઢાવીને તેને ફરીથી તંત્ર-મંત્ર વિદ્યાથી જીવિત કરવાનો પ્રયાસ પણ કરાયો હતો.
પ્રયાસ નિષ્ફળ: જે નિષ્ફળ રહ્યો હતો અને સગીર જીવિત થઇ ન હતી. કેહવાઇ રહ્યું છે કે, આ માસૂમનું નવરાત્રીમાં જ રાતના સમયે અંતિમસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના સામે આવતા આખ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
હાલ 14 વર્ષીય માસુમ બાળકીના મૃત્યુની ઘટનામાં તેના માતા-પિતા શંકાના દાયરામાં છે. કેમ કે, પોલીસ પૂછપરછમાં બાળકીના પિતા અલગ અલગ નિવેદનો આપી રહ્યા છે. જે સ્થળે ઘટના બની હોવાની આંશકા વ્યક્ત થઈ છે ત્યાંથી પોલીસને મળેલા પુરાવાઓ FSLમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે. જેનો રીપોર્ટ આવ્યા બાદ પોલીસ કોઈ નિષ્કર્ષ પર આવી શકશે. હાલ આ મામલે માતા-પિતા સહિત ચાર લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ કેસમાં હજુ કોઈજ ફરિયાદ નથી..’—જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા
આ દીકરીની આઠમા નોરતે બલિ ચઢાવ્યા બાદ તેના મૃતદેહને ચાર દિવસ સુધી એક ગોદડામાં વિંટાળીને રાખવામાં આવ્યો હતો. જે બાદ જૂજ પરિવારજનોની હાજરીમાં અંતિમક્રિયા કરવામાં આવી હતી. આ બાળકી હાલ ગુમ છે. જેથી પોલીસ તેના માતાપિતાને પૂછપરછ કરવા માટે પોલીસ સ્ટેશનમાં લઇ ગઇ હતી.

