HomeGujaratરાજકોટ ડિવિઝનમાં રેલ ટ્રાફિકને અસર : જાણો 19 ઓક્ટોબર સુધી રદ કરાયેલી...

રાજકોટ ડિવિઝનમાં રેલ ટ્રાફિકને અસર : જાણો 19 ઓક્ટોબર સુધી રદ કરાયેલી ટ્રેન

રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા મૂળી રોડ-રામપરડા-વગડિયા સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે તાત્કાલિક અસરથી 19 ઓક્ટોબર, 2022 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર, જે ટ્રેનોને અસર થશે તેની વિગતો નીચે મુજબ છે.

રદ કરાયેલી ટ્રેનો:• ટ્રેન નંબર 22959 વડોદરા – જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ 12.10.2022 થી 18.10.2022 સુધી રદ• ટ્રેન નંબર 22960 જામનગર – વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ 13.10.2022 થી 19.10.2022 સુધી રદઆંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો:• ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 11.10.2022 થી 17.10.2022 સુધી ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે• ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 12.10.2022 થી 18.10.2022 સુધી સુરેન્દ્રનગરથી ભાવનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે• ટ્રેન નંબર 12267 મુંબઈ સેન્ટ્રલ – હાપા દુરંતો એક્સપ્રેસ 11.10.2022 થી 17.10.2022 સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે• ટ્રેન નંબર 12268 હાપા – મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ 12.10.2022 થી 18.10.2022 સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે• ટ્રેન નંબર 19119 અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 12.10.2022 થી 18.10.2022 સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW