HomeGujaratમોરબી: કરુણા પશુ હેલ્પલાઇન 1962ની ટીમે 7900 પશુઓની સારવાર કરી જીવ બચાવ્યા

મોરબી: કરુણા પશુ હેલ્પલાઇન 1962ની ટીમે 7900 પશુઓની સારવાર કરી જીવ બચાવ્યા

રસ્તામાં રખડતા ઢોર કે પશુઓ અકસ્માતનો ભોગ બને અથવા માલિકીના ઢોર જેને તાત્કાલિક સારવારની જરૂર હોય તો તેનું શું આ ખ્યાલ સાથે રાજય સરકાર દ્વારા 5 વર્ષ પહેલાં કરુણા અભિયાન શરૂ કરાયું હતું અને એક હેલ્પલાઇન સેવા શરૂ કરી આવા પશુઓની સારવારની જવાબદારી જી.વી.કે અંતર્ગત ચાલતી અલગ અલગ સેવા કરતી સંસ્થાને આપી હતી.બાદમાં આ 1962 નમ્બરની હેલ્પલાઇન નમ્બર પણ જાહેર કરવામાં આવ્યા હતા આ નમ્બર પર કોલ કરી લોકો નજીક વિસ્તારમાં કાર્યકરત પશુ એમ્બ્યુલન્સને ફોન કરી સેવા મેળવી શકે છે મોરબીમાં પણ 1962 કરુણા હેલ્પલાઇનઅંતર્ગત છેલ્લા 5 વર્ષમાં 7900 જેટલા પશુઓની સામાન્યથી લઈ ગંભીર સારવાર કરવામાં આવી હતી.આ 7900માં સૌથી વધુ 2015 જેટલા રખડતા કે માલિકીના શ્વાનની સારવાર કરાઈ હતી. આ ઉપરાંત 1839 જેટલી ગાય તેમજ ગૌવંશ,75થી વધુ બિલાડી,ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગ દોરીમાં ફસાઈ ગયેલા 400થી વધુ કબૂતર 21થી વધુ મોર તેમજ અન્ય નાના મોટા ઇજા પામેલ પશુ પક્ષીઓની સમયસ સારવાર કરી પીડા મુક્ત કર્યા હતા તો ઘણા કેસમાં સમયસર સારવાર કરી જીવ બચાવ્યો હતો.તાજેતરમાં આ સેવાના પાંચ વર્ષ પૂર્ણ થતાં મોરબી જિલ્લા માં નાયબ પશુનિયામક કટારા અને પશુ પાલન ખાતા ના વિવિધ અધિકારી તેમજ 1962 અધિકારી,સ્ટાફ દવારા કેક કાપીને ઉજવણી કરવામાં આવી છે. આ 1962 ની એક એવી સેવા છે જેના દ્વારા નિરાધાર પશુઓ, પક્ષીઓની તેમજ કુતરાઓ ને સારવાર આપવામાં આવે આ સેવા નો લાભ દરેક સેવા ભાવિ માણસો અવાર નવાર મોરબી ખાતે કરુણા એમ્બ્યુલન્સ ખુબ જ જાણીતી થઈ આથી આશા રાખીયે આ રીતે મોરબી જિલ્લા ખાતે હરહંમેશ આવી સેવા આપતી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW