બુલેટ ટ્રેન વંદે ભારતની સાથે સતત બીજા દિવસે દુર્ઘટના થઈ છે. ગુજરાતમાં શુક્રવારે સતત બીજા દિવસે ટ્રેનની પશુ સાથે ટક્કર થઈ છે. ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય ક્ષતી પહોંચી છે. ગાંધીનગરથી મુંબઈ જતા સમયે કંઝારી અને આણંદ સ્ટેસન વચ્ચે આ દુર્ઘટના થઈ હતી.
એક દિવસ પહેલા ટ્રેન મણિનગર સ્ટેશન પાસે ભેંસોના ટોળા સાથે ટકરાઈ હતી. ટ્રેનનું સમારકામ કર્યા બાદ ફરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે ગુજરાતના આણંદ સ્ટેશનની પાસે એક ગાય ટકરાઈ, જેનાથી ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન થયું છે. શુક્રવારની ઘટના બપોરે 3.48 કલાકે થઈ હતી.
પશ્ચિમ રેલવાના મુખ્ય જનસંપર્ક અધિકારી સમિત ઠાકુરે તેની પુષ્ટિ કરતા કહ્યુ, ટ્રેનના આગળના ભાગમાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે. તેમણે કહ્યું કે બધા યાત્રીકો સુરક્ષિત છે