HomeGujaratચૂંટણી પડઘમ : મોરબી શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસે જનસંપર્ક અભિયાન શરુ...

ચૂંટણી પડઘમ : મોરબી શહેરના અલગ અલગ વોર્ડમાં કોંગ્રેસે જનસંપર્ક અભિયાન શરુ કર્યું

વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષો સક્રિય થઈને પ્રજાનું દિલ જીતવા પૂરતા પ્રયાસો કરી રહ્યા છે તો ચૂંટણી નજીક આવતા કોંગ્રેસ પણ ઉંઘમાંથી જાગીને હવે પ્રજાની વચ્ચે જવા મજબુર થઈ છે ત્યારે મોરબીમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ વોર્ડમાં “મારું બુથ, મારું ગૌરવ” અભિયાન અંતર્ગત જનસંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું છે.

મોરબી જીલ્લા કોગ્રેસના પ્રમુખ જયંતિભાઈ જે. પટેલ અને ખેડૂત અગ્રણી કે. ડી. બાવરવાના માર્ગદર્શન હેઠળ મોરબીના વોર્ડ નંબર 1 માં વાવડી રોડ ઉપર હર ઘર જન સંપર્ક યાત્રા સાથે મારું બુથ, મારું ગૌરવ અભિયાન અંતર્ગત મોરબી કોગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. મોરબીમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા વોર્ડ નંબર 1 માં વાવડી રોડ ઉપર જન સંપર્ક અભિયાન સાથે મારૂ બુથ, મારુ ગૌરવ અભિયાન અનુસંધાને મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે. ડી. પડસુંબીયા, કિશાન કોંગ્રેસના અગ્રણી કે. ડી. બાવરવા, મોરબી નગરપાલીકાના પૂર્વ પ્રમુખ મહેશ રાજ્યગુરુ, એલ. એમ. કંઝારીયા, રમેશ રબારી, મુસ્તાક સુમરા, અશ્વિનભાઈ વિડજા, રજની શિરવી, રાજુભાઈ જારિયા, મુકેશભાઈ ગામી, રમેશભાઈ જારિયા, જાનમોહમ્મદ, પ્રભુભાઈ બાવરવા, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસી આગેવાનો અને કાર્યકરોએ સાથે મળી ઘરે ઘરે ફરીને કોંગ્રેસ પક્ષના આઠ વચનોની પત્રિકાનું વિતરણ કર્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW