HomeGujaratમોરબી: સીરામીક કારખાનામાં ચાલકે જોયા વિના લોડર રિવર્સ લેતા દોઢ વર્ષનો...

મોરબી: સીરામીક કારખાનામાં ચાલકે જોયા વિના લોડર રિવર્સ લેતા દોઢ વર્ષનો બાળક દબાયો કમકમાટી ભર્યું મોત

:
મોરબીના લાલપર ગામ નજીક આવેલ પાયોનીયર સીરામીક માં કામ કરતા મિથલેશ ચંદ્રેશભાઈ ચૌહાણ અને તેના પત્ની બન્ને લાલપર ગામની સીમ પાયોનીયર સીરામીકના કારખાનાના માટી ખાતા વિભાગમા આવેલ સ્પેડાયર વિભાગમા મજુરી કામ કરતા હતા અને તેંમનો દોઢ વર્ષનો દિકરો છોટુ પણ ત્યાં જ રમતો હતો તે દરમિયાન લોડર રજી નંબર-GJ-36-S-2368 નો ચાલક આરોપી તેનુ લોડર પુરઝડપે અને ગફલતભરી રીતે માણસની જીંદગી જોખમાય તે રીતે પાછળ જોયા વગર રીવર્સ ચલાવી આવી ત્યા રમતા મિથલેશના દિકરા છોટુના માથાના ભાગે લોડરનુ મોટુ વ્હીલ ચડાવી દઇ એકસીડન્ટ કરી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચાડતા બાળકનું કમકમાટી ભર્યું મોત થયું હતું.. બનાવ બાદ ચાલક લોડર સ્થળ ઉપર મુકી નાશી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

દોઢ વર્ષનો બાળક

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW