અમદાવાદમાં વંદેભારત ટ્રેન તથા મેટ્રો સેવાનો પ્રારંભ કરવા આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો પસાર થવાનો હતો ત્યાં જ એક એમ્બ્યુલન્સ દર્દીને લઈને આવી પહોંચતા વડાપ્રધાને તુરત જ એમ્બ્યુલન્સ નીકળી શકે અને તેમાં રહેલ દર્દીને તાત્કાલીક સારવાર મળે તે માટે પોતાના કાફલાને રોકાવી દીધો હતો અને એમ્બ્યુલન્સ આગળ વધી ગયા બાદ વડાપ્રધાનનો કાફલો આગળ વધ્યો હતો.

