સુરતના કામરેજ ખાતેથી ગઈકાલે 25.80 કરોડની નક્લી નોટ પકડાયા બાદ સુરત પોલીસે આજે જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં જે તે આસામીને સાથે રાખી પાડેલા દરોડા પાડયા છે. દરમિયાન મગફળીના ભુકામાંથી વધુ કરોડો રૂપિયાની નકલી નોટનો જથ્થો મળી આવ્યો છે.જોકે આસામી હિતેશ કોટડીયાનું માનવામાં આવે તો પોતે ફિલ્મના શૂટિંગ માટે આ નોટનો ઉપયોગ કરવાના હતા. નોટ પર રિવર્સ બેન્ક ઓફ ઇન્ડિયા લખ્યું હોવાનું અને આ ઝેરોક્ષ ફોટો કોપી હોવાનું તેઓએ જણાવ્યું છે.
શું કહે છે એસપી: જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના જણાવ્યા અનુસાર ગઈકાલે સુરત પોલીસે સુરત જિલ્લામાં બનાવટી નોટ શબદ કાર્યવાહી કરી હતી જેમાં ખુલેલી વિગતોના અનુસંધાને સુરત પોલીસે આજે કાલાવડ પંથકમાં ઓપરેશન પાર પાડ્યું છે.
20 કરોડની નોટ: જેને લઈને આજે સુરત પોલીસે કાલાવડ પંથક પહોંચી હતી અને એક અવરો મકાનના મગફળીના ભુક્કામાંથી વધુ 20 કરોડ ઉપરાંતની જાલી નોટ કબજે કરી છે. જોકે આ નોટ ક્યાં છાપી છે? અને ખરેખર ફિલ્મ માટે ઉપયોગ કરવાનો હતો કે કેમ? તે અંગે પોલીસ દ્વારા હાલ તપાસ ચલાવવામાં આવી રહી છે

