HomeGujaratCentral Gujaratદેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેન આજથી શરૂ

દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેન આજથી શરૂ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે ગાંધીનગરથી દેશની ત્રીજી અને પશ્ચિમ રેલવેની પહેલી વંદે ભારત ટ્રેનને લીલીઝંડી બતાવશે. રવિવારની સિવાય સપ્તાહના 6 દિવસ દોડાવવામાં આવશે. શુક્રવારે ટ્રેનનો આરંભ થઈ રહ્યો છે. ત્યારે ઉદ્ઘાટનના દિવસે વંદે ભારત ટ્રેન સવારે 10.30 કલાકે ગાંધીનગરથી ઉપડશે. જે 11.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનને અમદાવાદ બપોરે 2 વાગ્યે સુધી થોભાવાશે. ત્યારબાદ ટ્રેનને અમદાવાદથી રવાના થશે, જે સાંજે 4.25 કલાકે સુરત અને સાંજે 7.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. જ્યારે રાબેતા મુજબ આ ટ્રેન સવારે 6.10 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપાડાશે, જે સવારે 8.57 કલાકે સુરત પહોંચશે. ત્યારબાદ 10.23 કલાકે વડોદરા, 11.40 કલાકે અમદાવાદ અને બપોરે 12.30 કલાકે ગાંધીનગર પહોંચશે. આ ટ્રેન ગાંધીનગરથી પરત બપોરે 2.05 કલાકે ઉપાડાશે.

ગાંધીનગરથી ઉપડી ટ્રેન બપોરે 2.40 કલાકે અમદાવાદ, સાંજે 4 વાગ્યે વડોદરા, સાંજે 5.40 કલાકે સુરત અને રાત્રે 8.35 કલાકે મુંબઈ સેન્ટ્ર પહોંચશે. આ ટ્રેન ગાંધીનગરથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચેનું 519 કિલોમીટરનું અંતર 6.20 કલાકમાં પૂરું કરશે. શુક્રવારે પહેલા દિવસે મુસાફરો અમદાવાદથી ટ્રેનનું બુકિંગ કરાવી શકશે. અત્યાર સુધી દરરોજ સવારે મુંબઈ સેન્ટ્રલથી 6.10 કલાકે શતાબ્દી ટ્રેન દોડાવાતી હતી. પરંતુ વંદે ભારતને સવારે 6.10 કલાકે ઉપાડવાનું નક્કી કરાતાં શતાબ્દીના સમયમાં 10 મિનિટનો ફેરફાર કરાયો છે. પહેલી ઓક્ટોબરથી શતાબ્દી ટ્રેન સવારે 6.20 કલાક મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે.

જે 6.43 કલાકે બોરીવલ્લી અને 12.45 કલાકે અમદાવાદ પહોંચશે. પહેલા આ ટ્રેન 12.25 કલાકે અમદાવાદ પહોચતી હતી. એટલે કે શતાબ્દી હવે 20 મિનિટ અમદાવાદ મોડી પહોંચશે.જ્યારે પરત અમદાવાદથી બપોરે 2.05 કલાકે ઉપડાશે. જે અમદાવાદ બપોરે 3.10 કલાકે અને મુંબઈ સેન્ટ્રલ રાત્રે 9.45 કલાકે પહોંચશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW