જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં 8 કલાકમાં 2 વિસ્ફોટના અહેવાલ છે. પહેલો વિસ્ફોટ બુધવારે રાત્રે ઉધમપુરના પેટ્રોલ પંપ પર પાર્ક કરેલી ખાલી બસમાં થયો હતો. વિસ્ફોટમાં 2 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે બીજા બ્લાસ્ટ અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
પહેલી ઘટના ઉધમપુર જિલ્લાના ડોમેલ ચોક ખાતેના પેટ્રોલ પંપ પાસે રાત્રે લગભગ 10.30 વાગ્યે બની હતી. વિસ્ફોટમાં નજીકમાં પાર્ક કરાયેલા અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું. ઈજાગ્રસ્તોને ઉધમપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને સુરક્ષાકર્મીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
ઉધમપુર DIG રિયાસી રેન્જ સુલેમાન ચૌધરીએ જણાવ્યું હતું કે, વિસ્ફોટ રાત્રે 10.30 વાગ્યાની આસપાસ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા અને નજીકમાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું હતું. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ

