HomeGujaratમોરબીના વેપારી સાથે 2 શખ્સે ભારત સરકાર વિદેશ વિભાગના કર્મચારીની ઓળખ આપી...

મોરબીના વેપારી સાથે 2 શખ્સે ભારત સરકાર વિદેશ વિભાગના કર્મચારીની ઓળખ આપી રૂ.75 લાખની છેતરપીંડી કરી

મોરબીના સામાકાઠા વિસ્તારમાં આવેલ અનુપમ સોસાયટીમાં રહેતા અને જેઠવા સ્ટોન નામની પેઢી ચલાવતા અનીલ જમનાદાસ ઠક્કર નામના 54 વર્ષીય આધેડે અમદાવાદમાં મીકામી ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર એવા પંકજકુમાર ફકીરચંદ સોલંકી તેમજ પોતાને કેન્દ્ર સરકારના વિદેશ વિભાગમાં મહત્વની કામગીરી કરતા હોવાનું જણાવતા પ્રેમ સાગર ફકીર ચંદ સોલંકી નામના ભાઈઓએ પોતે રાજપુત સમાજના હોવાની ઓળખ આપી વિશ્વાસમાં લીધા હતા અને મોરબી ના ટીંબડી ગામ પાસે આવેલ નવ રચના સ્ટોન પ્રોડક્ટ યુનિટમાં તેમની પાસેથી રૂ 75 લાખ જેટલી રકમ તેમની પેઢીમાં ટ્રાન્સફર કરાવી લીધી હતી આ રકમ લીધા બાદ તેઓએ સમયસર પરત ન કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો અને પંકજકુમાર અને અને પ્રેમ સાગરે તેમની સાથે રૂ 75 લાખની છેતરપીંડી કરી હોવાનું સામે આવતા જમનાદાસે બન્ને શખ્સ વિરુદ્ધ તાલુકા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW