HomeGujaratમોરબી માળીયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ માટે 19.30 કરોડ મંજુર, રાજયમંત્રીની રજુઆતને મળી...

મોરબી માળીયાના ગ્રામ્ય વિસ્તારોના રોડ માટે 19.30 કરોડ મંજુર, રાજયમંત્રીની રજુઆતને મળી સફળતા

મોરબી-માળીયા (મિંયાણા) ના ધારાસભ્ય અને ગુજરાત સરકારના રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાએ મોરબી માળીયા પંથકના મત વિસ્તારના જુદા જુદા રસ્તાઓની જરૂરીયાતો સંદર્ભે કરેલ સર્વેક્ષણ અન્વયે ખાસ જરૂરીયાત જણાતા રસ્તાઓ માટે માર્ગ અને મકાન વિભાગની ક્ષેત્રીય કચેરીથી માંડીને માર્ગ અને મકાન વિભાગના મુખ્ય ઈજનેર સાથે સતત પરામર્શ કરી દરખાસ્ત કરેલી જેમાંથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા 13 રસ્તાઓ રૂ. 19.30 કરોડના ખર્ચે મંજુર કરાવ્યા છે.

મંજુર થયેલા રોડમાં મોરબી માળીયા (મીં.) તાલુકાના નેશનલ હાઈવેથી સાદુળકા રોડ (લીંબડી વાળો રસ્તો), મોરબી જેતપર (પિપળી) સ્ટેટ હાઈવેથી મોરબી હળવદ સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો, નેશનલ હાઈવેથી પીલુડી રોડ, નેશનલ હાઈવેથી મધુપુર એપ્રોચ રોડ, ભક્તિનગરથી કેનાલ રોડ, રંગપરથી શનાળા(ત). રોડ, વવાણીયા બાયપાસ રોડ (ચમનપર ચોકડીથી વર્ષામેડી ચોકડી રોડ), ચમનપર જોઈનીંગ ટૂ વવાણીયા-બગસરા રોડ, મોટા દહિંસરાથી ખીરસરા (સ્ટેટ હાઈવે સુધી) રોડ, મોટા દહિંસરના વિવેકાનંદ રેલ્વે ફાટકથી બુધિયાસરી મેલડી માતાજીના મંદિર સુધીનો રસ્તો, કુંભારીયા ગામે કેનાલથી શીતળા માતાના મંદીર સુધીનો રસ્તો, ઝીકીયાળીથી ઘોડાધ્રોઈ ડેમ સુધીનો રસ્તો, સ્ટેટ હાઈવે (વિરપર) થી નવયુગ સંકુલ રોડ સુધીનો રસ્તો ખાસ કિસ્સામાં મંજુર કરાવેલ છે જે મંજુરી અંગેની જાણ ગુજરાત સરકારના રાજયકક્ષાના માર્ગ અને મકાન મંત્રી જગદીશભાઈ પંચાલે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજયકક્ષાના મંત્રી બ્રિજેશ મેરજાને કરી છે.

આમ, મોરબી-માળીયા (મીં.) વિસ્તાર માટે વધુ રૂ.19.30 કરોડના રસ્તાઓ મંજુર કરાવવામાં બ્રિજેશ મેરજાને સફળતા મળી છે. આ બાબત એની પ્રતિતિ કરાવે છે કે, ગુજરાત સરકારમાં રાજયકક્ષાના મંત્રી તરીકે આખા રાજ્યનું કામ સંભાળતા બ્રિજેશ મેરજા પોતાના મત વિસ્તારના વિકાસની એટલી જ કાળજી લે છે અને આવા રસ્તાના કામ સિવાય સિંચાઈ, વિજળી, ઉદ્યોગ, પાણી પુરવઠા સહિત મોરબી શહેરના અનેક કામો માટે સતત જહેમત ઉઠાવતા રહે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW