HomeGujaratમોરબી:બેલા પાસે ATM તોડી ચોરીનો પ્રયાસના ગુનામાં પકડાયેલ 3 આરોપી 28 મી...

મોરબી:બેલા પાસે ATM તોડી ચોરીનો પ્રયાસના ગુનામાં પકડાયેલ 3 આરોપી 28 મી સુધી રિમાન્ડ પર

મોરબીના બેલા ગામ પાસે થોડા દિવસ પૂર્વે ત્રણેક જેટલા શખ્સે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો.આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફૂટેજ આઘારે તેમજ અલગ અલગ હ્યુમન ઈન્ટેલીજન્સ ટીમની મદદથી મૂળ પંજાબના વતની સિયારામ ગ્રેનિટો સીરામિકમાં રહેતા રાજીવકુમાર બોરીરામ ભગત,સુરજકુમાર સુખદેવરામ ભગત અને હરપ્રીતસિંગ સુખદેવ સિંગ કાહલોનને ઝડપી લીધા હતા.અને બન્નેની ધરપકડ કરી હતી અને બાદમાં આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા અને આરોપી રીઢા ગુનેગાર હોય અગાઉ અન્ય કોઈ જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપેલ હોવાની આશંકા હોય તેમજ ગુનામાં અન્ય કોઈ આરોપી સંડોવાયેલા છે કે કેમ તે અંગે પૂછપરછ માટે રિમાન્ડની જરૂર હોવાથી પોલીસે ત્રણેય શખ્સને રીમાન્ડની માંગણી કરતા 28 મી સુધી ત્રણેયને રિમાન્ડ પર મોકલી દીધા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW