મોરબી તાલુકા પોલીસ મથકના હદ વિસ્તારમાં 2020માં એક માનસિક બીમાર અને દિવ્યાંગ મહિલાની મજબૂરીનો લાભ લઈ એક શખ્સ દ્વારા તેના પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની એક ઘટના બની હતી જે બનાવમાં પોલીસ આરોપી લાભુ વિસા ગોહિલને ઝડપી લીધો હતો અને જેલ હવાલે કર્યો હતો આ ઘટનામાં આરોપી દ્વારા અગાઉ જામીન અરજી કરવા છતાં કોર્ટે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ આરોપીની જામીન અરજી રદ કરી હતી. જે બાદ ફરી એકવાર આરોપી જામીન અરજી કરી હતી. જેમાં તેના વકીલ દ્વારા દલીલ કરી કરવામાં આવી હતી કે ફરિયાદી અને આરોપી વચ્ચે કોર્ટ બહાર સમાધાન થયેલ છે અને જામીન મળ્યા બાદ આરોપી ક્યાંય ભાંગશે નહિ તેમજ જે પણ શરત કોર્ટ આદેશ કરશે તેનું પાલન કરશે તેમ જણાવ્યું હતું બીજી તરફ સરકારી વકીલ દ્વારા જામીન અરજી પર દલીલ કરી હતી કે આરોપીને જામીન આપવાથી ભવિષ્યમાં ફરિયાદી અને ભોગ બનનારને લલચાવી ફોસલાવી અથવા ધાક ધમકી આપી શકે છે આરોપી માનસિક વિકલાંગ યુવતી પર દુષ્કર્મની ઘટનાને ધ્યાને લઈ જામીન અરજી મંજૂર ન કરવામાં આવે તેવી દલીલ કરી હતી બંને પક્ષની દલીલ બાદ મેજિસ્ટ્રેટ દ્વારા ડી.પી.મહિડા દ્વારા જામીન અરજી ફગાવાઈ હતી

