HomeNationalકોરોના મહામારીનો અંત નથી આવ્યો, ધ્યાન નહીં આપીએ તો અનેક અડચણો: WHO

કોરોના મહામારીનો અંત નથી આવ્યો, ધ્યાન નહીં આપીએ તો અનેક અડચણો: WHO

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને તાજેતરમાં એક ઈન્ટરવ્યુ દરમિયાન યુએસમાં કોરોના મહામારી સમાપ્ત થઈ ગઈ હોવાનું જણાવ્યું હતું. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)ના પ્રમુખ ટેડ્રોસ અદનોમ ઘેબ્યેયિયસના કહેવા પ્રમાણે અંતને જોઈ શકાય છે એનો મતલબ એવો ન થાય કે આપણે અંત તરફ છીએ.

વાત ફગાવી: કોવિડ-19 મહામારીનો અંત નજીક હોવાના દાવાને ફગાવીને હજું ઘણો લાંબો રસ્તો કાપવાનો બાકી છે તેવી માહિતી આપી હતી. જોકે સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, દુનિયા કોરોના મહામારીને ખતમ કરવાની આટલી સારી સ્થિતિમાં અગાઉ કદી નહોતી, અંત નજીક છે તેમ કહી શકાય.

ટેડ્રોસના કહેવા પ્રમાણે મહામારીને સમાપ્ત કરવા માટે દુનિયા અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ સ્થિતિમાં એટલા માટે છે કારણ કે, હાલ સાપ્તાહિક મૃતકઆંકમાં ઘટાડો ચાલુ છે. જે આંકડો જાન્યુઆરી 2021માં ચરમસીમા પર હતો તેનો હાલ માત્ર 10 ટકા જેટલો જ રહ્યો છે.

વેક્સિનથી ફાયદો: વિશ્વની બે તૃતિયાંશ (2/3) વસ્તીને કોરોના વેક્સિન આપી દેવાઈ છે. તેમાં ત્રણ ચતુર્થાંશ (3/4) સ્વાસ્થ્ય કાર્યકરો અને વૃદ્ધ લોકોનો પણ સમાવેશ થાય છે. વધુમાં જણાવ્યું કે, આપણે 2.5 વર્ષ જેટલો સમય એક લાંબી, અંધારી સુરંગમાં વિતાવ્યો છે અને હવે આપણે તે સુરંગના અંતમાં પ્રકાશ જોવાનું શરૂ કરી રહ્યા છીએ. જોકે હજુ એક લાંબો રસ્તો કાપવાનો બાકી છે, હજુ એવી અનેક અડચણો છે જે ધ્યાન નહીં આપીએ તો આપણને હેરાન કરી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW