HomeGujaratCentral Gujaratવડોદરાની જેલમાં કેદીઓ એ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યા

વડોદરાની જેલમાં કેદીઓ એ આત્મહત્યા કરવા પ્રયાસ કર્યા

શહેરની સેન્ટ્રલ જેલમાં બુધવારે સાંજે કાચા કામના સાત કેદીઓએ કરેલા સામૂહિક આત્મહત્યાના પ્રયાસના પગલે જેલ સત્તાવાળાઓમાં દોડધામ મચી ગઇ હતી.

સારવાર માટે તમામ કેદીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેલ અધિક્ષકના ત્રાસના લીધે આ પગલું ભર્યુ હોવાની કેફિયત કેદીઓએ રજૂ કરી હતી. જેમાં જેલ સત્તાવાળાઓ સામે આક્ષેપ પણ કર્યા હતા.શહેરની સેન્ટ્રલ જેલમાં બુધવારે સાંજે કાચા કામના કેદીઓએ શૌચાલય ધોવા માટે આપવામાં આવતું ફિનાઇલ ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં શૉએબ અખતર કુરેશી, સાજીદ અકબર કુરેશી, માજીદ રફીકભાઇ ભાણુ, સલમાન ચાંદખાન પઠાણ, હર્ષિલ પ્રવિણભાઇ લીંબાચીયા, અભિ આનંદ ઝા અને આકાશ ભગવાન વાડકેનો સમાવેશ થાય છે. સાતેય કેદીઓને સેન્ટ્રલ જેલની હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

કેદીઓને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેલ અધિક્ષકના ત્રાસના લીધે આ પગલું ભર્યુ હોવાની કેફિયત કેદીઓએ રજૂ કરી હતી. જેમાં જેલ સત્તાવાળાઓ સામે આક્ષેપ પણ કર્યા હતા.શહેરની સેન્ટ્રલ જેલમાં બુધવારે સાંજે કાચા કામના કેદીઓએ શૌચાલય ધોવા માટે આપવામાં આવતું ફિનાઇલ ગટગટાવી સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં શૉએબ અખતર કુરેશી, સાજીદ અકબર કુરેશી, માજીદ રફીકભાઇ ભાણુ, સલમાન ચાંદખાન પઠાણ, હર્ષિલ પ્રવિણભાઇ લીંબાચીયા, અભિ આનંદ ઝા અને આકાશ ભગવાન વાડકેનો સમાવેશ થાય છે. સાતેય કેદીઓને સેન્ટ્રલ જેલની હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.કાચા કામના કેદીઓએ સેન્ટ્રલ જેલના અધિક્ષક બળવંતસિહ વાઘેલા ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા.

જેમાં તેઓ ખોટી રીતે હેરાનગતિ કરી રહ્યા છે. વિતેલા એક મહિનાથી કેટલાક કેદીઓને એક જ કોટડીમાં રાખવામાં આવે છે. અન્ય કેદીઓ સાથે રાખવામાં આવતા નથી. એકલા રાખીને તેઓ ઉપર માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. તેઓને ઘરનું જમવાનાનું ટિફિન પણ આપવા દેતા નથી. જયારે બ્લડ પ્રેશર જેવી બિમારીની કારણે થતી તકલીફના લીધે પણ સારવાર માટે ધ્યાન આપવામાં આવતુ નહી હોવાનો અને કેટલાક જેલના કર્મચારીઓ પૈસા માંગતા હોવાનો પણ આક્ષેપ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો. સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની જાણ તેઓના સંબંધીઓને થતા સયાજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. તેઓએ દર્દીઓને તાત્કાલીક યોગ્ય સારવાર આપવા માટે હોબાળો મચાવ્યો હતો. થોડા દિવસ અગાઉ કાચા કામના કેદીઓએ સાથે રહેવા માટેની માંગ કરી હતી.

જોકે જેલ સત્તાવાળાઓએ તેઓની માંગ સ્વીકારી ના પાડી હતી. આથી જેલ સત્તાવાળાઓ ઉપર દબાણ લાવવા માટે તેઓએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની વિગતો પણ સપાટી ઉપર આવી છે. હત્યા, બળાત્કાર ગુજસીટોક જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા કાચાકામના કેદીઓને એક સાથે રાખી શકાય નહીં તેવું જેલ સત્તાવાળાઓએ જણાવી તેમને હાઇ સિકયુરિટી ઝોનમાં રખાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW