કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સંપૂર્ણ પણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ પ્રકારની ચીજ વસ્તુઓનો સીધો ઉપયોગ કરવા તેમજ તેનું વેચાણ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં મોરબી શહેરના અનેક વીસ્તામાં કોઈ પણ રોક ટોક વિના વેચાણ થતું હોય છે પાલિકા દ્વારા જાણે કામગીરી દેખાડવા ગણ્યા ગાઠયા વીસ્તારમાં ચેકિંગ કરી પ્લાસ્ટિક પકડી સંતોષ માની લેવામાં આવતો હોવાની ફરિયાદ વચ્ચે આજે ફરી પાલિકાને આ ચેકિંગનું સુરાતન ચઢ્યું હોય તેમ ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાની સુચનાથી સેનેટરી ઇન્સ્પેકટર કૃષ્ણસિહ અને તેમની ટીમ દ્વારા નવાડેલા રોડ ચેકિંગ કર્યું હતું અને અલગ અલગ દુકાનમાંથી 50 કિલો પ્લાસ્ટિક ઝબલા,31 પેકેટ ગ્લાસ,29 પેકેટસ પ્લાસ્ટિક ચમચી,3 પેકેટ સ્ટ્રો,10 પેકેટ પાન પીસ,દુધની પ્લાસ્લીટિક થેલી ની 3 પેકેટ સહિતનો મુદામાલ જપ્ત કર્યો હતો તેમજ પ્રતિબંધિત પેકેટનું વેચાણ કરનાર વેપારીઓને રૂ 1500નો દંડ પણ ફટકાર્યો હતો.

