HomeGujaratસોનું 7 મહિનાના નીચેના સ્તરે, તહેવારમાં ફાયદો થવાના એંધાણ

સોનું 7 મહિનાના નીચેના સ્તરે, તહેવારમાં ફાયદો થવાના એંધાણ

ભારતીય બજારમાં ગુરુવારે સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આજે સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ ચાંદીના ભાવમાં નજીવો ઘટાડો જોવા મળ્યો છે.

સોનાનો ભાવ આજે ભારતમાં 7 મહિનાના નીચેના સ્તરે છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાનો ભાવ શરૂઆતના સમયમાં 0.21 ટકા ઘટ્યો છે. આ રીતે ચાંદી પણ આજ કાલના બંધ ભાવથી 0.30 ટકા નીચે રહી છે.આજે આવો રહ્યો સોનાનો ભાવગુરુવારે એમસીએક્સ પર 24 કેરેટ સોનાનો ભાવ 105 રૂપિયા ઘટ્યો છે અને સાથે 49,338 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે.

ગુરુવારે સોનાના કારોબારમાં 49314 રૂપિયાના સ્તરે શરૂ થયો હતો. થોડા સમય બાદ 49314 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. બાદમાં થોડા વધારા બાદ તે 49338 રૂપિયા પર ટ્રેડ કરવા લાગ્યું છે.ચાંદી 172 રૂપિયા ઘટ્યુંમલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર આજે ચાંદીનો ભાવ ઘટ્યો છે. ચાંદીનો ભાવ આજે 172 રૂપિયા ઘટીને 57126 રૂપિયા થયો છે. ચાંદીમાં આજે ટ્રેડિંગ 56961 રૂપિયાથી શરૂ થયું હતું. થોડા સમય બાદ ભાવમાં વધારો આવ્યો અને તે 57126 રૂપિયા પર કારોબાર કરી રહ્યું હતું.

આંતરરાષ્ટ્રીય બજારમાં સુસ્તીગુરુવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં નરમી આવી છે તો ચાંદીમાં મજબૂતી જોવા મળી છે. સોનાનો હાજર ભાવ 0.32 ટકા ઘટ્યો છે. ચાંદીનો રેટ 0.51 ટકા મજબૂત થયો છે. સોનાનો ભાવ આજે 1660.95 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે. ચાંદીનો ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં વધીને 19.39 ડોલર પ્રતિ ઓંસ રહ્યો છે.હજુ પણ વધારાની શક્યતાજાણકારો કહે છે કે આવનારા સમયમાં સોનામાં વધારો જોવા મળી શકે છે, એક્સપર્ટ્સ કહે છે કે આવનારા સપ્તાહમાં નવરાત્રિ આવી રહી છે અને આ સમયે ખરીદી વધશે.

નવરાત્રિ બાદ દશેરા અને ફરી ધનતેરસ અને દિવાળીના કારણે ભાવમાં વધારો થવો એ શક્ય છે. આવનારા સમયમાં સોનાનો ભાવ 51000 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી 52000 રૂપિયા સુધીની જોવા મળી શકે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW