HomeGujaratકોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન રજૂ કરાયું

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે નોટિફિકેશન રજૂ કરાયું

કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને તેની સાથે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટીના સર્વોચ્ચ પદ સંભાળનાર વ્યક્તિની પસંદગીની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ થઈ ગઈ છે.

મધુસુદન મિસ્ત્રીની અધ્યક્ષતાવાળા કેન્દ્રીય ચૂંટણી પ્રાધિકરણની તરફથી આ માહિતી રજૂ કરાઇ. કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે જાહેર કાર્યક્રમ અનુસાર નોટિફિકેશન રજૂ કર્યા બાદ હવે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પ્રક્રિયા 24થી 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. નામાંકન પત્ર પાછું ખેંચવાની તારીખ આઠ ઑક્ટોબર છે.

કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ હવે જાહેરનામું બહાર પાડ્યા બાદ 24 થી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલશે. નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 8 ઓક્ટોબર છે. એકથી વધુ ઉમેદવારોના કિસ્સામાં 17 ઓક્ટોબરે મતદાન થશે અને 19 ઓક્ટોબરે પરિણામ જાહેર કરવામાં આવશે.બુધવારે જાહેરનામું બહાર પાડવાના એક દિવસ પહેલા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતા શશિ થરૂરે સ્પષ્ટ સંકેત આપ્યા બાદ શક્યતા પ્રબળ બની છે કે તેઓ 22 વર્ષ પછી દેશની સૌથી જૂની પાર્ટીનું નેતૃત્વ કરશે.

ચૂંટણી દ્વારા પસંદગી કરવામાં આવશે.ગેહલોતે કહ્યું કે તેઓ પાર્ટીના નિર્ણયને સ્વીકારશે પરંતુ તે પહેલા તેઓ રાહુલ ગાંધીને અધ્યક્ષ બનાવવા માટે મનાવવાનો છેલ્લો પ્રયાસ કરશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW