આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવરાત્રીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે ખેલૈયા ગરબા રમવા થનગની રહ્યા છે.બીજી તરફ વિવિધ આયોજકો દ્વારા પણ અલગ અલગ સ્થળે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવમાં આવી રહ્યું છે ત્યારે મોરબીમાં રોટરી કલબ દ્વારા તા 24ના રોજ રાત્રે ૯ કલાકે કેશવ પાર્ટી પ્લોટ લીલાપર રોડ ખાતે થનગનાટ 2022 રાસોત્સવનું આયોજન કરવામાં બાળકો, તથા કપલ્સ માટે પ્રિન્સ પ્રિન્સેસ કિંગ ક્વીન વેલ ડ્રેસ ,બેસ્ટ પરફોર્મન્સ સહિતના પરફોર્મન્સનું પણ આયોજન છે આ આયોજનની વધુ માહિતી મેળવવા તેમજ પાસ મેળવવા રોટરી કલબના પ્રેસીડેન્ટ અશોકભાઈ મહેતા સેક્રેટરી રશેષ મહેતા તેમજ પ્રોજેક્ટ ચેરમેન બંસી શેઠે જણાવ્યું હતું.

