HomeGujaratસચિવાલયમાં નોકરી દેવાનુ કહીને 4 લાખ ખંખેર્યા

સચિવાલયમાં નોકરી દેવાનુ કહીને 4 લાખ ખંખેર્યા

ભાવનગર જિલ્લાના તળાજામાં રહેતા શિક્ષિત બેરોજગારને સચિવાલય ગાંધીનગર ખાતે નોકરી અપાવવાના બહાને ગાંધીનગરમાં એક મળી છ શખ્સોએ રૂૂપિયા ચાર લાખ ખંખેરી લેતા યુવકે તમામ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. અન્ય યુવકોને પણ આ ટોળકીએ ખંખેર્યા હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે.

તળાજાના ગોપનાથ રોડ ઉપર આવેલ પશુ દવાખાના પાસે રહેતા અને ખેતી કામ કરતા મનીષભાઈ નાનજીભાઈ જાનીએ ભાવનગરના ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવેલ કે, તેઓ ભાવનગર આવ્યા હતા ત્યારે તેમના મિત્ર જીગ્નેશભાઈ લાલજીભાઈ જાની રહે. માખણીયા, હાલ ભાવનગર વાળા સાથે મુલાકાત થતા તેમણે કરેલ કે તમારે સચિવાલય ગાંધીનગર ખાતે ક્લાર્ક લની નોકરી જોઈતી હોય તો મારા બનેવી દિપકભાઈ રમેશભાઈ પંડ્યા રહે. તળાજા રોડ ભાવનગરવાળા તમને નોકરી અપાવી દેશે.

જેના બદલામાં રૂૂપિયા 10 લાખ ચૂકવવા પડશે તેમ વાત થતા પોતે નોકરી મેળવવા તૈયાર થયા હતા. ત્યારબાદ મનીષભાઈ ને ગાંધીનગર લઈ જઈ અમદાવાદમાં રહેતા અનિલભાઈ પટેલ સાથે મુલાકાત કરાવી હતી અને અનિલભાઈ ઇડીના અધિકારી હોવાની ઓળખ આપેલ અને તેમને ત્રણ લોકોના એપોઇન્ટમેન્ટ લેટર પણ બતાવતા નોકરી મળી જશે તેવો વિશ્વાસ થયો હતો. આથી તેમણે નોકરી માટે કાર્યવાહી કરવાનું કહેતા અનિલભાઈએ થોડા દિવસ પછી ગાંધીનગર બોલાવી પરિવાર કલ્યાણ વિભાગમાં સેવક તરીકેનો એરપોર્ટમેન્ટ લેટર આપ્યો હતો.

થોડા દિવસમાં હાજર કરાવી દઈશ એમ કહેતા મનીષભાઈ જાનીએ રૂૂ.4 રોકડા ચૂકવ્યા હતા.રોકડ રકમની ચુકવણી કર્યા બાદ દિવસો પસાર થવા છતાં તેમણે નોકરીમાં હાજર કરવામાં ન આવતા મનીષભાઈએ પૂછપરછ કરતા આ જગ્યા ભરાઈ ગઈ હોવાનું જણાવી અન્ય વિગત પોલીસને કહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW