HomeGujaratCentral Gujaratરાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું, હવે ઢોરના જમાવડા પર CCTV મુકાશે

રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યું, હવે ઢોરના જમાવડા પર CCTV મુકાશે

ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારે મોટું નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં રખડતા ઢોર ફરતા હોય તેવા હોટસ્પોટ્સ પર સીસીટીવી ઇન્સ્ટોલ કરાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ 100 નંબર પર કરી શકાશે. રખડતા ઢોરના ત્રાસની ફરિયાદ માટે રાજ્ય સરકાર અલાયદો ટોલ ફ્રી નંબર જાહેર કરશે.અરજદારે કોર્ટમાં રજુઆત કરતા જણાવ્યું હતું કે, માત્ર અમદાવાદમાં જ છેલ્લા એક વર્ષમાં રખડતા ઢોરની 5000 જેટલી ફરિયાદો મળી.

કોર્પોરેશન મોટા ભાગની ફરિયાદો પર કાર્યવાહી વિના જ ફરિયાદોનો નિકાલ કરી દે છે. રખડતા ઢોર પકડ્યા વિના જ ફરિયાદ બંધ કરી દેવાય છે. રાજ્યમાં પણ રખડતા ઢોરના ત્રાસથી લોકોના મૃત્યુ અને ઇજાઓના કિસ્સાઓ બની રહ્યા છે. મૃતકો અને ઇજાગ્રસ્ત લોકોને વળતર માટે ઢોર માલિકો અને કોર્પોરેશનને જવાબદાર ઠેરવી અને વળતર અપાવવું જોઈએ.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW