ભારતીય ચૂંટણી પંચે મંગળવારે 86 જેટલા અજાણ્યા રાજકીય પક્ષોને પોતાની યાદીમાંથી દૂર કર્યાં છે. તેમજ અન્ય 253 પક્ષોને નિષ્ક્રિય આરયુપીપી તરીકે જાહેર કર્યાં છે. ચૂંટણી પંચના નિયમોનું યોગ્ય પાલન ન થતું હોવાથી 339 આરયુપીપી વિરૂધ કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત 25 મેં 2022 પછી આ પ્રકારના આરયુપીપીની સંખ્યા 537 થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, 25 મેં અને 30 જૂને ફરીથી 87 અને 111 આરયુપીપીને યાદીમાંથી હટાવવામાં આવ્યા હતા.
મોટી કાતર ફરી: ચૂંટણી પંચે 253 આરયુપીપી સામે કાર્યવાહી કરવાનો નિર્ણય બિહાર,દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારીઓ પાસેથી મળેલા અહેવાલના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચે તેની યાદીમાંથી 86 રજિસ્ટર્ડ અજાણ્યા રાજકીય પક્ષોને દૂર કર્યા છે. આ સાથે 253 વધુ રજિસ્ટર્ડ બિન-માન્ય પક્ષોને પણ નિષ્ક્રિય યાદીમાં મૂકવામાં આવ્યા છે (253 નિષ્ક્રિય જાહેર કરવામાં આવ્યા છે). આયોગ તરફથી કહેવામાં આવ્યું છે કે આ પક્ષોએ 2014થી ન તો કોઈ વિધાનસભા અને સંસદની ચૂંટણી લડી છે અને ન તો આયોગ દ્વારા મોકલવામાં આવેલી 16 નોટિસોમાંથી કોઈનો જવાબ આપ્યો છે.
લાભ નહીં મળે: પંચે આ પક્ષોને ચૂંટણી પ્રતિક આદેશ, 1968 હેઠળ કોઈપણ પ્રકારનો લાભ આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. જે પક્ષો પર કાર્યવાહી કરવામાં આવી છે તે તમામ પક્ષો બિહાર, દિલ્હી, કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના છે.
મોટા પગલાં: ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સાત રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓના રિપોર્ટના આધારે 253 પક્ષો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. આ પક્ષોને નિષ્ક્રિય પક્ષોની યાદીમાં મૂકવામાં આવ્યા છે. RP એક્ટ, 1951ની કલમ 19-A અનુસાર, રાજકીય પક્ષોએ તેમના નામ, સરનામા, મુખ્ય કાર્યાલય, પદાધિકારીઓ અને PAN માં ફેરફાર વિશે વિલંબ કર્યા વિના કમિશનને જાણ કરવી જરૂરી છે, પ


