HomeGujaratઅંબાજીમાં પાણી પાણી, હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો

અંબાજીમાં પાણી પાણી, હાઇવે પર વાહન વ્યવહાર ખોરવાયો

મેઘરાજાની ધમાકેદાર બેટિંગથી ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે ભારે વરસાદને પગલે અમદાવાદ આબુ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા હતા.જેને લીધે વાહન ચાલકોને મુશ્કેલી સર્જાઈ હતી. આ ઉપરાંત હાઈવે ઉપર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંબાજીમાં પોલીસ સ્ટેશન નજીકનો માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો અને ઘૂંટણસમા પાણી ભરાયા હતા. આ ઉપરાંત ધર્મશાળાના ગેટમાં પાણી ઘુસ્યા હતા. સમગ્ર શહેરમાં વાહનવ્યવહાર ઠપ થઇ ગયો હતો.

હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમો સક્રિય છે.

વૉકમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્ફની અસરથી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત નવરાત્રીમાં પણ છૂટો-છવાયો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. તારીખ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની પુર્ણાહુતી 5 ઓક્ટોબર સુધીમાં થઇ શકે છે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW