શહેરના દિલ્હી દરવાજા પાસેના બી.જી. ટાવરમાં વિઝા માટે ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવતી ફેક્ટરી એસઓજીએ પકડી પાંચ શખસની ધરપકડ કરીને 8,50,000નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વિદેશ જવાના શોખીન માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદમાં વિઝાના નામે ઠગાઈ કરતી ટોળકી ઝડપાઈ છે. આ ટોળકીએ એક કે બે નહિ પરંતુ 100થી વધુ લોકો સાથે ઠગાઈ કરી. જેમાં એક જ સમાજ લોકોને વિશ્વાસ લઈ કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે.
આ ટોળકી ફક્ત પાટીદાર સમાજના યુવાનોને કેનેડા વર્ક પરમિટ વિઝા (Visa Process Canada) વ્યાજબી ભાવે આપવાનું કહીને છેતરપિંડી આચરતી હતી. જેને લઈને આરોપીઓએ ઇન્ડિયા લાર્જેસ્ટ કોમ્યુનિટી એપ કુટુંબ નામનો વોટ્સએપ પર પાટીદાર સમાજનું ગ્રુપ બનાવ્યું હતું. આ ગ્રુપમાં કેનેડાના વર્ક પરમિટ મેળવવાની લાલચ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી આચરી છે.

