HomeGujaratવિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વાંકાનેરમાં રૂ.૧.૨૭ કરોડના ૪૧ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત વાંકાનેરમાં રૂ.૧.૨૭ કરોડના ૪૧ કામોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાયું

વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણનો કાર્યક્રમ વાંકાનેર ખાતે યોજાયો હતો.ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની સરકારને એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર રાજ્યમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજવામાં આવી રહયા છે. જે હેઠળ મોરબીના વાંકાનેર પ્રાંત કક્ષાના વિવિધ જન સુખાકારીના વિકાસ કામોના ખાતમૂહુર્ત-લોકાપર્ણનો કાર્યક્રમ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમ અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વાંકાનેરના જુદા જુદા ગામોના વિકાસના કુલ ૧૦૫.૨૫ લાખના ૩૨ કામોનું ખાતમુહૂર્ત તથા કુલ ૨૧.૭૬ લાખના ૯ કામોનું લોકાપર્ણ મળી એક કુલ ૧૨૭.૦૧ લાખના ૪૧ વિકાસકામોનું ખાતમુહૂર્ત-લોકોપર્ણ કરવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આવાસ, રસ્તા, વિજળી, સહકારી એમ તમામ ક્ષેત્રે વિકાસ કરવામાં આવ્યો છે. જન કલ્યાણની વિવિધ યોજનાઓ થકી આ વિસ્તારની કાયાપલટ-કાયાકલ્પ કરવાનો સરકારનો ઉદેશ છે તેવું મંત્રીએ વધુમાં જણાવ્યું હતું.

        આ તકે સાંસદ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું હતું કે, સરકારે વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોની ચિંતા કરી છે. સરકારની જનસુખાકારીની યોજનાઓ થકી આ વિસ્તાર આરોગ્ય, શિક્ષણ, સહકાર તમામ ક્ષેત્રે આગળ આવ્યું છે.

આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ માહિતી વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલી વિશ્વાસ થી વિકાસયાત્રા અંગેની ફિલ્મ નિહાળી હતી.

   

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW