મોરબીમાં છેલ્લા 2 દિવસથી રાત્રીના સમયે પડી રહેલા અનરાધાર વરસાદથી જનજીવનને અસર પહોચી છે સાથે સાથે વીજળી પડવાની ઘટનામાં 0ન ઉછાળો આવ્યો છે. જિલ્લામાં છેલ્લા 2 દીવસમાં 6થી વધુ જગ્યાએ વીજળી પડવાની ઘટના બની હતી જેના કારણે જાનમાલને નુકશાન થાય છે. ગત તા 10ના રોજ વાંકાનેરના કોટડા નાયાણીમાં વીજળી પડતા એક ઘરમાં નુકશાન થયું હતું તો માળિયા મિયાણામાં એક કિશોર પર વીજળી પડતા તેનું મોત થયું હતું.

હજુ આ ઓછું હોય તેમ સોમવારે અલગ અલગ સ્થળે વીજળી પડવાની ઘટના સામે આવી હતી જેમાં મોરબીના ઉંચી માંડલ ગામમાં વીજળી ત્રાટકતા 10 ભેંસના કમકમાટી ભર્યા મોત થયા હતા તો હળવદનાં શિવપુર ગામમાં રામજી મંદિરમાં વિજડી પડતા મંદિરના શીખરના ભાગમાં નુકસાન થયું હતું.

