HomeGujaratખેડબ્રહ્મા-સાવરકુંડલા માટે ઉપડેલી એસટીએ 40 લોકોના જીવ જોખમમાં મૂક્યા

ખેડબ્રહ્મા-સાવરકુંડલા માટે ઉપડેલી એસટીએ 40 લોકોના જીવ જોખમમાં મૂક્યા

ખેડબ્રહ્માથી સાવરકુંડલા માટે ઉપડેલી ગુર્જરનગરી એસટી બસ(જીજે.18. ઝેડ.6588)ના પાટા જોખમી હોવા અંગે બસના ડ્રાઈવર કંડકટરે ડેપો મેનેજરને ધ્યાન દોર્યું હોવા છતાં તેણે બસ લઈ જવાની સુચના આપતા આખરે બસના પાટા બરવાળા ડેપો નજીક તૂટી ગયા હતા.

સદ્નસીબે આ ઘટનામાં કંઈ જ અનહોની થઈ નથી. પરંતુ જો હાઈવે પર દોડતી વખતે અથવા નદીના બ્રીજ ઉપરથી પસાર થતાં સમયે પાટા તૂટી ગયા હોત અને બસ પલ્ટી મારી ગઈ હોત બસમાં સવાર 40થી વધુ મુસાફરોના રામ રમી ગયા હોત.એસટી બસને સલામત સવારી તરીકે ઓળખવાની ભૂલ હવેથી કોઈ મુસાફર નહીં કરે તેવી ગંભીર ઘટના આજે સામે આવી છે, ખેડબ્રહ્માથી રવિવારે સવારે 8 વાગે સાવરકુંડલા માટે ઉપડેલી બસના પાટા જોખમી હોવાનું એડવાન્સમાં જ ડ્રાઈવર કંડકટટરે ખેડબ્રહ્માના બેફિકર ડેપો મેનેજર હાર્દિક સગરને કરી હોવા છતાં હાર્દિકે બસમાં સવાર મુસાફરોના જીવની ચિંતા કર્યા વગર જ એ જ બસ લઈ જવાની સૂચના આપતાં આખરે બસના પાટા ભાવનગર જિલ્લાના બરવાડામાં તૂટી ગયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW