HomeNationalPUC સર્ટી. ન હતું તો પોલીસે ઇ સ્કૂટરનું ચલણ ફડ્યું

PUC સર્ટી. ન હતું તો પોલીસે ઇ સ્કૂટરનું ચલણ ફડ્યું

કેરલ પોલીસની એક ટીમે ઈલેક્ટ્રિક સ્કૂરના માલિક પર એટલા માટે દંડ લગાવ્યો કેમ કે તેણે પીયૂસી સર્ટિફિકેટ દેખાડ્યું નહોતું. હવે તેને લઈને કેરલ ટ્રાફિક પોલીસને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. અને ઈલેક્ટ્રિક સ્કૂટર અને ચલણની તસ્વીર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.જો કે, હવે કેરલની ટ્રાફિક પોલીસે દાવો કરી રહ્યા છે તેની પાછળનું કારણ ટાઈપો છે. તેમણે કહ્યું કે, મલપ્પુરમ જિલ્લામાં પોલીસ ટીમ દ્વારા 250 રૂપિયાના ટ્રાફિક ઓફૈંસ ચલણ જાહેર કરતી વખતે ટાઈપો થઈ ગયો હતો .

આ ઘટના ત્યારે થઈ જ્યારે ટ્રાફિક પોલીસની ટીમ ગત અઠવાડીયે કરુવરકુંડુ પોલીસ ચોકીના નીચાંચેરીમાં વાહનો રોકીને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી રહ્યા હતા.એક પોલીસ અધિકારીએ કહ્યું કે, ઈલેક્ટ્રિક સ્કૂટર ચલાવનારા વ્યક્તિએ પોતાનું ડ્રાઈવિંગ લાયસન્સ દેખાડ્યું નહોતું. તેમણે કહ્યું કે સ્કૂટર માલિક પાસે ન તો કોઈ હાર્ડ દસ્તાવેજ હતા અને નતો કોઈ લાયસન્સની સોફ્ટ કોપી હતી.

જો કે ચલણ આપતી વખતે અધિકારીએ મશીનમાં ખોટો ગુનો ટાઈપ કર્યો અને જેના કારણે મશીનથી જે ચલણ નિકળ્યું તેમાં પીયૂસીનો ઉલ્લેખ નિકળ્યો હતો.તો વળી ઈલેક્ટ્રિક સ્કૂટર માટે ડ્રાઈવિંગ લાયસન્સની જરુરિયાત પર તેમણે કહ્યું કે, આ દ્વિચક્રી વાહન માટે જરુરી છે, જેનો રજીસ્ટ્રેશન નંબર હોય છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW