મોરબી જિલ્લાના હળવદ અને માળિયા મિયાણા જિલ્લાને જોડતા કચ્છના નાના રણ વિસ્તાર તેમજ નવલખી દરિયાકાઠા વિસ્તારમાં ફેલાયેલ મીઠાના રણમાં હજારોની સંખ્યામાં અગરિયા પોતાનું લોહી પાણી એક કરી મીઠું પકાવી રહ્યા છે આ લોકોની અતિ કપરી કહી શકાય તેવી જીંદગીમાં સુધારો આવે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ યોજના ચલાવવામાં આવતી હોય છે આ યોજના ખરેખર છેવાડાના લોકો સુધી પહોચે તે માટે માળિયા મિયાણાના જુના રેલ્વે સ્ટેશન પાસે જખરિયા વાળી ખાતે આવેલ અગરિયા બહુ હેતુક કેન્દ્ર ખાતે અગરિયા કન્સલ્ટેશનનું આયોજન કરવામાં આવ્યુ છે.આ કન્સલ્ટેશન દરમિયાન અગરિયાઓને આગામી સિઝનમાં મીઠા ઉત્પાદન અંગે માહિતી આપશે. આ સંમેલનમાં અગરિયાઓને હાજર રહેવા અગરિયા હિત રક્ષક સમિતિએ જાણ કરી છે

