દુનિયાના દરેક માણસ પાસે 24 કલાક છે. એ પછી અમેરિકાનો પ્રેસિડેન્ટ હોય કે ઝૂંપડીમાં રેહતો મજૂર. આમાં સમયની ફરિયાદ કરો એ ખોટું. 26 કે 28ની કોઈની કેપેસિટી નથી. એટલે આશા ન રાખવી. સ્ટીવ જોબ્સ 56 વર્ષે મૃત્યુ પામ્યા કેન્સરથી. પછી એના ખાસ મિત્ર નિક બીલ્ટન અને સાથી એન્ડરસન એમને સ્ટિવનું જીવન ચરિત્ર લખ્યું. નામ છે સ્ટિવ જોબ્સ. એક મા કે બાપ બનવાના હો ત્યારે આ પુસ્તક વાંચવું જોઈએ. આ એક બ્રાન્ડ નેમ છે. આમાં બિલ્ટને એક સરસ પ્રસંગ લખ્યો છે. એક વાર સ્ટીવ મને કહે કે આવો એક વાર પરિવાર સાથે ભોજન કરીએ. બિલ્ટન એની પત્ની અને બે સંતાનો ત્યાં ગયા. મેં સ્ટીવને કહ્યું કે, પહેલી વાર તારા ઘરે આવ્યા છીએ. એટલે મને તો આ દીવાલ ટચ સ્ક્રીન જેવી લાગે છે.
સ્ટીવ કહે ના ઇટ્સ વુડ. લાકડાની દીવાલ છે. સ્ટીવને પૂછ્યું કે, તારા બાળકો ક્યોં આઇફોન યુઝ કરે છે. સ્ટીવ કહે તું જ પૂછી લે..13 વર્ષની દીકરી અને 11 વર્ષના દીકરા. બેવ એ કોઇ જવાબ દીધા વગર જમવાનું ચાલુ રાખ્યું. પછી સ્ટીવ એ કહ્યું કે, એ આઇફોન ને અડતા પણ નથી. બિલ્ટને કહ્યું મારા હાથ માંથી ચમચી પડી ગઈ. ખુંબ મોટું આશ્ચર્ય થયું. સ્ટીવને પૂછ્યું. આ સાચું? એને કહ્યું હા…તો આવું કેમ ? એ લોકો તો આઇપેડને પણ નથી અડ્યા. Biltan કહે શું વાત કરો છો? જોબ્સ કહે હા…સાચી વાત છે આ. સ્ટીવ જોબ્સે કહ્યું…હું માનું છું કે અત્યારે મારા સંતાનના ઘડતરના દિવસો છે. માસૂમ છે, પૂર્ણ રીતે એ સમજણ નથી ધરાવતા.
એના મનની મજબૂતાઇ ઘડવા માટે મે એમને પુસ્તકો આપ્યા છે મોબાઈલ નહીં. પુસ્તકો વાંચીને એમને ટેકનોલજીના વિવેક આવશે. પછી એને વારસામાં ટેકનોલજીના આપીશ. આ પુસ્તકનો પાવર છે. પ્રમુખ સ્વામીને સવાલ કરેલો કે આ ટેકનોલોજી આશીર્વાદ કે શ્રાપ. સ્વામી એ કહ્યું વિવેકથી વાપરો તો આશીર્વાદ. વિવેક ચૂકીને વાપરો તો શ્રાપ. સ્ટીવ જોબ્સે એના બાળકોને લાઇબ્રેરી આપી છે. Biltane પૂછ્યું કે આ લોકો પાસે ફોન ના હોય તો આ લોકો 8 વાગા પછી કરે છે શું. આજે રાત્રે કોઈ પાસેથી મોબાઈલ લેવો આ મિલિયન ડોલરની ચોરી કરવા બરોબર છે. કુમાર મંગલમ બિરલા ને સવાલ કર્યો કે કેવી રીતે આ બધું મેનેજ કરો છે.
ઓફિસ, ઘર, જાહેર કાર્યક્રમ. એની પત્ની એ સરસ જવાબ આપ્યો 8 વાગા બાદ કોઈ મોબાઈલ વાપરતું જ નથી. બિરલા હાઉસ નો આ રિવાજ છે. દરેકે રાત્રે 8 વાગે મોબાઇલ માતાને આપી દેવાનો. એની પત્ની એ કહ્યું, ઘરની દરેક વ્યક્તિ 8 પછી પુસ્તક વાચે છે. દરેક વ્યક્તિ. 8 થી 9માં ભોજન કરીએ સાથે. એ પછી દરેક પોતે વચેલા 10 પાનાં જે તે પુસ્તક વિશે બોલે. પછી પરિવારની વાત, પ્લાનિંગ, ચર્ચા, આવું ઘણું કરીએ. એક બીજા સાથે રેહવાનું ગમ્યું. આ પારિવારિક જીવનનો આનંદ છે. આવું કરવાથી મન કેટલું સમૃદ્ધિ વાડું થઈ જાય. વિચારોની કેટલી શુદ્ધિ થાય. આ બુક્સની તાકાત છે. વાપરવામાં અને વર્તવામાં આ પેઢી ટચ સ્ક્રીન થઈ ગઈ. જે માને છે કે બધા રિઝલ્ટ ઇન્સ્તંત આવવા જોઈએ. આ ડિજિટલ ની દુનિયાનો સૌથી મોટો ફેર ફાયદો. તમે જે વિચારો એનુ તરત પરિણામ ના મળે. ધીરજ કેળવવી હોય તો પુસ્તક વાચો.

