HomeGujaratમોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો, 21 ગામોને એલર્ટ અપાયું

મોરબીના મચ્છુ-3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો, 21 ગામોને એલર્ટ અપાયું

મોરબી પંથકમાં છેલ્લા બે’ક દિવસથી અસહ્ય બફારા બાદ આજે સાંજે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી જેના પગલે જળાશયો અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે જેથી મોરબીના જુના સાદુળકાં ગામ નજીક આવેલ મચ્છુ 3 ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે અને ડેમના હેઠવાસમાં આવતા 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

મોરબીના જુના સાદુળકાં ગામ નજીક આવેલ મચ્છુ 3 ડેમમાં ઉપરવાસમાંથી થતી પાણીની આવકને પગલે રૂલ લેવલ મુજબ પાણી ભરાય જતા ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે અને ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકાં, જુના સાદુળકાં, રવાપર નદી, ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ તથા સોખડા જ્યારે માળીયા તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, ફતેપર, વીરવિદરકા, માળીયા મિંયાણા તથા હરિપર એમ કુલ મોરબી તાલુકાના 13 અને માળીયા તાલુકાના 8 ગામોને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા સુચના આપવામાં આવી છે. મચ્છુ 3 ડેમમાં હાલ 467 ક્યુસેક પાણીની આવક છે અને 466 ક્યુસેક પાણીની જાવક ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW