મોરબીના બેલા ગામ નજીક આવેલ મિનરલની ફેકટરીમાં શુક્રવારે મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ આવી ચઢ્યો હતો અને ફેકટરીના સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી જે બાદ આસપાસના કેટલાક લોકો આવી પહોંચ્યા હતા અને શખ્સ ચોરીના ઇરાદે આવ્યો હોવાની આશંકા માર મારતા યુવકનું મોત થતા બનાવ હત્યામાં પલટયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી મૃતકની ઓળખ મેળવવા તેમજ તે ચોરીના ઈરાદાથી આવ્યો હતો કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી
મોરબીના બેલા ગામથી ખોખરા હનુમાન મંદિર તરફ જવાના રસ્તે આવેલ એક મિનરલ વોટર ફેકટરીમાં મોડી રાત્રે એક અજાણ્યો શખ્સ આવી ચઢ્યો હતો અને હાજર સિક્યુરિટી ગાર્ડ સાથે ઝપાઝપી કરી હતી જે બાદ સિક્યુરિટી ગાર્ડ અને આસપાસના લોકો આવી પહોંચ્યા હતા અને તેને ચોર સમજી મારમારતા યુવક બેભાન થઇ ગયો હતો જે બાદ ફેકટરીના માલિકને જાણ કરતા ફેક્ટરી માલિક અશ્વિન હરખજી ભાઈ પટેલે પોલીસને જાણ કરતા તાલુકા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે સારવાર પહેલા તેનું મોત થયેલું હોવાથી બનાવ હત્યામાં પલટાયો હતો.બનાવ બાદ યુવકના મૃતદેહને પીએમ અર્થ ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી મૃતક યુવકની ઓળખ મેળવવા તેમજ ખરેખર યુવક ચોરીના ઈરાદાથી જ આવ્યો હતો.કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરી હતી.

